VTV IMPACT / બનાસકાંઠામાં પોલીસે ટીકટોક વીડિયો બનાવનાર યુવકો સામે નોધી ફરિયાદ

બનાસકાંઠાના લાખણી ગામના આગથળા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ દ્વારા ટીકટોક વીડિયો બનાવવા મામલે VTVના અહેવાલની અસર જોવા મળી છે. પોલીસે ટીકટોક વીડિયો બનાવનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે મારપીટના આરોપમાં યુવકોને પોલીસે ઝડપ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓએ ટીકટોક વીડિયો બનાવ્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે વીટીવીમાં અહેવાલ પ્રસારિત કરતાં આખરે હવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ