બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નશીલા પદાર્થોની તપાસ માટે મેગા ડ્રાઈવ, સિંધુભવન આસપાસના 70થી વધુ કાફે-રેસ્ટોરન્ટમાં પોલીસનું ચેકિંગ
Last Updated: 11:54 PM, 22 June 2024
સિંધુભવન રોડ પાસે આવેલા ૭૦થી વધુ કેફે અને રેસ્ટોરન્ટમાં સેક્ટર-1 પોલીસની ૧૦ ટીમોએ ચેકિંગ ડ્રાઇવ હાથ ધર્યું છે. કેફેમાં ગેરકાયદેસર અને નસીલા પદાર્થોના ચેકિંગ માટે આ ડ્રાઈવ શરૂ કરી છે. રસ્તા ઉપર કોઈ કાર નંબર પ્લેટ વગરની કે શંકાસ્પદ જણાય તો અધિક પોલીસ કમિશનરે કારને ડિટેન કરવાનો આદેશ આપ્યો છે. પોલીસની 10 ટીમો બનાવી અને ટીમોનું નેતૃત્વ પોલીસ ઈન્સ્પેક્ટરો કરશે.
ADVERTISEMENT
શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેન કરી ઈ-મેમો પણ આપવામાં આવ્યો
ADVERTISEMENT
અમદાવાદના સિંધુભવન રોડ પર આજે સેક્ટર 1 પોલીસની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિંધુ ભવન રોડ ઉપર આવેલા 70 જેટલા કેફે અને રેસ્ટોરન્ટ સહિત પાન પાર્લરો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શનિવાર સાંજના સમયે યુવાઓ અહીં આનંદ માણવા આવતા હોય છે. નશીલા પદાર્થોનુ સેવન કે વેચાણ ન થાય તે માટે પોલીસની 10 જેટલી ટીમ બનાવાઈ હતી. સાથે જ સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થતા વાહનો ને પણ ચેકિંગ કરવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેન કરી ઈ-મેમો પણ આપવામાં આવ્યો હતો.
વધુ વાંચોઃ લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં ભડકો! જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓ મેદાને
પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી
આ બાબતે સેક્ટર-1 નાં અધિક પોલીસ કમિશ્નર નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, આજરોજ સિંધુ ભવન વિસ્તાર છે. અહીંયાથી ઘણી વખતે અસામાજીક પ્રવૃતિની ફરિયાદને ધ્યાને લઈ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી ઝોન-1 અને ડીસીપી ઝોન-7 ની આગેવાનીમાં 10 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા આ વિસ્તારમાં આવેલ જુદા જુદા 70 થી વધુ કેફે, હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ કંઈ શંકાસ્પદ પ્રવૃતિ ચાલતી હોય તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ 10 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા તમામ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.