બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / police caught alcohol pipeline in chotila surendranagar Gujarat

દારૂબંધી? / હેરાફેરીના 'બાબુરાવ'નું સપનું પુરૂ, ગુજરાતના આ ગામમાં દારૂની પાઈપલાઈન પકડાઈ

Gayatri

Last Updated: 01:10 PM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં દારૂની નવી મોડસઓપરેન્ડી સામે આવી છે. પાણીની જેમ દારૂની પાઇપ લાઇન મળી આવી છે. પોલીસે રેડ પાડીને દારૂની પાઈપલાઈન પકડી પાડી છે. ફિલ્મ હેરાફેરીમાં પરેશ રાવલે ભજવેલો બાબુલાલનો રોલ દારૂની પાઈપલાઈનનું સપનું જોતો હોય છે તે ગુજરાતના બુટલેગરોએ સાર્થક કરી બતાવ્યુ છે અને તંત્ર ખાલી સામાન્ય જનતાઓને દંડ અને સજા કરવામાં જ રમમાણ છે.

  • સુરેન્દ્રનગરમાં દારુની નવી મોડઓપરેન્ડી 
  • પાણીની જેમ દારુની પાઇપ લાઇન મળી  
  • ચોટીલાના ડોસલીધુના ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી   

ગુજરાતમાં દારૂબંધી નામની જ છે. ગુજરાતના વિકાસની સાથે સાથે દારૂના નેટવર્ક અને મોડેસ ઓપરેન્ડીમાં પણ વિકાસ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પાણીની પાઈપલાઈન હોય તેવી દારૂની પાઈપલાઈ સામે આવી છે. બુટલેગરો પણ પોલીસથી એક કદમ આગળ ચાલી રહ્યા છે. સામાન્ય ટ્રાફિકમાં હજારોનો દંડ કરતુ તંત્ર આ દારૂની આખી મોડેસઓપરેન્ડ સામે કેમ આંખમીંચામણા કરે છે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

ક્યાં પકડાઈ દારૂની પાઈપલાઈન
ચોટીલાના ડોસલીધઉના ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. પોલીસે રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે દારૂ સહિત 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આરોપીઓ ફરાર
પોલીસ રેડમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે. સામાન્ય માણસને ટેક્ષ ચોરી કે, ટ્રાફિક રૂલ્સના નિયમ બદલ પણ મેમો ફટકારતુ તંત્ર આવા આરોપીઓ અને પકડવામાં કેમ નિષ્ફળ નીવડી રહી છે. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે.
 
દારૂની પાઈપલાઈન પકડાતા પ્રશ્નો ઉઠી રહ્યા છે
કેટલા સમયથી ચાલી રહી છે દારૂની ભઠ્ઠીઓ? દારૂની ભઠ્ઠીઓ હટાવવામાં પોલીસ કેમ નિષ્ફળ? દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે? દેશી દારૂ બનાવતા લોકો સામે ક્યારે થશે કાર્યવાહી? શું પોલીસને આ ભઠ્ઠીઓ વિશે પહેલા જાણ ન હતી? ધમધમી રહેલી ભઠ્ઠીઓ પર રોક ક્યારે લાગશે? શું પોલીસ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? શું પોલીસ બુટલેગરોને સપોર્ટ કરે છે?

સંકળાયેલા મુદ્દાઓ

alcohol pipeline gujarat surendranagar ગુજરાત દારૂની પાઈપલાઈન દારૂબંધી સુરત હેરાફેરી liquor ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ