બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:47 PM, 9 July 2023
ADVERTISEMENT
સમાજ હંમેશા ખાખીને કઠણ હૈયા વાળું સમજે છે કારણ કે, ગુનો, ક્રાઈમ જેવા શબ્દોની સાથે સંકળાયેલો શબ્દ છે પોલીસ. પરંતુ આ ઘટના જાણ્યા પછી તમે પણ કહેશો કે, સાચેજ જો કોઈ સંવેદનશીલ હોય તો તે, ખાખી...સુરતમાં ઉધના આશાનગરમાં નિરાધાર વૃધાની મદદે પોલીસ આવી છે. 82 વર્ષીય અશક્ત વૃદ્ધાનું મકાન જર્જરિત હોવાથી, તેઓ ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા હતા. ચોમાસું હોવાથી તકલીફમાં જીવન જીવતા વૃદ્ધાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. બાદમાં પોલીસે મામલાની ગંભીરતાને સમજી, વૃદ્ધાને સમજાવ્યા અને ઓલ્ડ એજ હોમમાં મોકલ્યા હતા.
ADVERTISEMENT
નિરાધાર વૃદ્ધાનો આસરો ફૂટપાથ ?
સુરતમાં ઉધના આશાનગર વિસ્તારમાં એક નિરાધાર વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી ફૂટપાથ પર રહી જીવન વિતાવી રહ્યા હતા. વૃદ્ધા ત્યાં જ ઉઘતા ત્યાં જ રેહતા હતા. ત્યારે આ 82 વર્ષીય વૃદ્ધા ખુબ જ અશક્ત હતા. વૃધ્ધાનું મકાન જર્જરિત હોવાથી તેઓ સોસાયટીના ફૂટપાથ પર રેહતા હતા અને સોસાયટીના લોકો વૃદ્ધાને ભોજન આપતા હતા. વર્તમાનમાં ચોમાસાનું વાતાવરણ હોવાથી રોડ પર પાણી ભરાઈ જાય છે.
પોલીસનું માનવતાનું રૂપ
લોકોએ ઉધના પોલીસને સમગ્ર બાબતે જાણ કરતા ઉધના પોલીસ મથકના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વૃદ્ધાને સમજાવી ઓલ્ડ એજ હોમમાં ખસેડાયા હતા. વૃદ્ધાને લોક કલ્યાણ વૃધ્ધાશ્રમ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઓલ્ડ એજ હોમમાં અત્યારે મુકવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ બિનવારસી લોકો, વયોવૃદ્ધ લોકો અને નિરાધાર લોકોની સાર સંભાળ રાખે છે. હાલ તો વૃદ્ધાની પોલીસ જવાનોએ કરેલી મદદને લોકો બિરદાવી રહ્યા છે અને પોલીસ જવાનોએ પણ વૃદ્ધાની મદદ કરી માનવતાનુંરૂપ લોકોને બતાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.