બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'કુંવારી કન્યાનો ભોગ આપ છોકરો સારો' દેવીનું માનીને મામાએ ચઢાવી ભાણીની બલિ, અંધવિશ્વાસની હદ
Last Updated: 07:05 PM, 2 December 2024
અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક મર્ડરથી સનસની મચી છે. ઉત્તર પ્રદેશના દેવરિયામાં 12 વર્ષની માસૂમ બાળકીની હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. તંત્ર મંત્ર અને અંધ વિશ્વાસની આડમાં આ બાળકીની હત્યા તેના મામા અને મામીએ કરી હતી. આરોપી દંપતીએ માતાને બલિ ચઢાવવા માટે આ ગુનો કર્યો હતો. મામલો દેવરિયાના ભટની પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
લગ્નમાં બાળકીની ચઢાવી બલિ
દેવરિયાના એસપી સંકલ્પ શર્માના જણાવ્યા અનુસાર, 27 નવેમ્બરની સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકીની ઓળખ ભટનીના ભરે ચૌરાહાના રહેવાસી અવધેશ યાદવની 12 વર્ષની પુત્રી તરીકે થઈ છે. લગ્નમાં ઉત્તરાખંડથી અવધેશ અને પત્ની સવિતા પણ આવ્યાં હતા. આ કપલનો છોકરો માનસિક રીતે અસ્થિર હતો અને તેથી અંધવિશ્વાસમાં આવી જઈને તેણે ભાણીનું ગળું કાપી નાખ્યું હતું. આરોપી દંપતીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે જ્યારે પરિવારના તમામ સભ્યો લગ્નના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન પીડિતાને એકબાજુ લઈને જઈને ગળું કાપ્યું હતું. ઘટના બાદ આરોપીએ બાળકીના મૃતદેહને શાલમાં લપેટીને ઘરથી થોડે દૂર ફેંકી દીધો હતો. બીજા દિવસે બાળકીનો મૃતદેહ મળી આવતાં પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
કુંવારી કન્યાનો ભોગ આપ, છોકરો સારો થઈ જશે
નવરાત્રિ દરમિયાન આરોપી અવધેશની પત્ની સવિતાના સપનામાં માતા દેવી આવી હતી. સવિતાએ જણાવ્યું કે તેનો પુત્ર 22 વર્ષનો છે અને પાગલ છે. સ્વપ્નમાં, માતા દેવીએ આદેશ આપ્યો હતો કે જો કોઈ કુંવારી કન્યાનો ભોગ આપવામાં આવે તો તેનો પુત્ર સાજો થઈ જશે. આ પછી આરોપી શેષનાથે યુટ્યુબ પર માતાના બલિદાનનો મંત્ર શીખ્યો અને જ્યારે તે આ લગ્ન માટે ભટની પહોંચ્યો ત્યારે આ છોકરીને અહીં જોઈને તેણે તેની બલિ ચઢાવવાની યોજના બનાવી.
વધુ વાંચો : દુલ્હને બનારસી બીકિની પહેરીને દુલ્હાના ગળામાં નાખી વરમાળા, શેર ન કરતાં 'મજા' બગડશે
અંધવિશ્વાસમાંથી બહાર આવો
તંત્ર-મંત્રને સહારે બલિની ઘટનાઓ નવી નથી. અહીં એક સંદેશ છે કે સપનામાં ક્યારેક દેવી આવતી નથી કે આવો કોઈ આદેશ આપતી નથી. છોકરો બીમાર હોય તો સારી સારવાર કરાવવી જોઈએ, અંધવિશ્વાસમાં પડવાની જરાય જરુર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.