સ્ટાર પ્લસની સૌથી સફળ સિરીયલમાંની એક એટલે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ. અક્ષરા અને નૈતિકની જોડીને લોકો આઇડલ માનતા હતા પરંતુ તે જ નૈતિકને પોલીસે એરેસ્ટ કર્યો છે.
નૈતિક સિંઘાનીયા તરીકે ઘર ઘરમાં જાણીતો બનેલો કરણ મેહરા અને અક્ષરા તરીકે જાણીતી બનેલી હીના ખાન. બંનેની જોડીને લોકો ખુબ પસંદ કરતા હતા. બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી હતી અને તે સિરીયની TRPની આસપાસ કોઇ આવી શકે તેમ નહોતું.
કરણ મહેરાને સોમવારે રાત્રે પોલીસે અરેસ્ટ કરી લીધો છે. કરણની રિયલ લાઇફ પત્ની નશા રાવલે વિવાદ બાદ ગોરેગાંવ એરિયામાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઇ પોલીસના કહ્યાં અનુસાર કેસ ફાઇલ કરી લેવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
લગ્નજીવનમાં ભંગાણ
નિશા અને કરણની વાત કરીએ તો બંને વચ્ચે તિરાડ પડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. નિશાએ આ વાતને પાયા વગરની ગણાવી હતી. નિશા અને કરણ 2012માં લગ્નના બંધનથી બંધાયા હતા અને કપલનો એક દિકરો છે. તેનું નામ કવિશ છે અને નિશા તેના દિકરા સાથે સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. બંનેની જોડીને ફેન્સ પણ ખુબ પસંદ કરે છે.
કરણે યે રિશ્તા...માં 7 વર્ષ સુધી લીડ રોલ કર્યો છે. તેણે નૈતિક સિંઘાનીયાનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. આ શો બાદ કરણ ઘરે ઘરે જાણીતો બન્યો હતો. હાલ આ શોમાં શિવાંગી જોશી અને મોહસિન ખાન લીડ રોલમાં છે. તમને જણાવી દઇએ કે કરણે બિગ બોસ 10માં ભાગ લીધો હતો. નિશાની જો વાત કરીએ તો તે શાદી મુબારક, મે લક્ષ્મી તેરે આંગન કી અને કેસરમાં નજર આવી ચૂકી છે.