80 હજારના બકરા ચોરને MLAના આદેશ બાદ સુરતથી પોલીસે ઝડપ્યો

By : hiren joshi 02:56 PM, 12 July 2018 | Updated : 02:56 PM, 12 July 2018
અમદાવાદઃ મેઘાણીનગર પોલીસે ગણતરીના દિવસોમાં બકરાના ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી બકરા ચોરને ઝડપી પાડ્યો છે. આ મામલે અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારે પોલીસને આદેશ આપ્યા હતા. રાજકીય દબાણ થતા પોલીસે ગણતરીના દિવસોમાં બકરા ચોરને ઝડપી પાડ્યો છે.

ધારાસભ્યનો આદેશ થતા SP સહિતનો કાફલો કામે લાગ્યો હતો. 80 હજાર રૂપિયાનો બકરો ચોરી થતા માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય પ્રદિપ પરમારને રજૂઆત કરતા તેમણે પોલીસને બકરો શોધવાના આદેશ આપ્યા હતા. ચોર અમદાવાદથી બકારને મુંબઈ લઈ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે સુરત ખાતે ચોરની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ બકરાની કિંમત 80 હજાર આંકવામાં આવી રહી છે. ત્યારે બકરા ચોર મુંબઇ જઇ રહ્યો હતો ત્યારે તેને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે.Recent Story

Popular Story