અમદાવાદમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતી ઈરાની ગેંગના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગ ગુજરાત દિલ્હી બેંગ્લોર અને કેરળમાં આંતક મચાવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ઈરાની ગેગ જુદા જુદા રાજ્યોમાં નકલી પોલીસ બનીને રૂપિયા પડાવતા હતાં.
4 સભ્યોની ઈરાની ગેંગ મુંબઈની ટીમ હતી. જેઓ આંગડિયા પેઢી જવેલર્સ અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતાં. ઈરાની ગેગનો સાગરીત સરતાજહુસેન સૈઈદ ઉર્ફે ઈરાનીની ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. જેણે સી.જી. રોડ પર આંગડિયા પેઢીને ટાર્ગેટ કરી હતી.
જેમાં નકલી પોલીસ બનીને 12 લાખની ઉઠાંતરી કરી હતી અને વિવિધ રાજ્યોમાં આતંક મચાવ્યો હતો. આ ગેંગનો લીડર અને મુખ્ય સૂત્રધાર હબીબ જાફરી ઔલાદઅલી જાફરી શહાદતહુસેન સૈઈદ સરતાઝહુસેન સૈઈદ નકલી પોલીસ બનીને જતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવીને અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.