બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની કાળાબજારી કરનારાથી ચેતીને રહેજો! પોલીસે 6 ટિકિટો સાથે દબોચી લીધો
Last Updated: 11:39 AM, 19 January 2025
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટની કાળબજારી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. અક્ષય પટેલ નામના આરોપીની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે.. આરોપીને કોલ્ડ પ્લેની છ ટિકીટો બજાર ભાવ કરતા ઉંચા ભાવે વેચતા ઝડપી લેવાયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
ગત 12 ડિસેમ્બરે એક મોટાસમાચાર સામે આવ્યા હતા.. અને જાણમાં આવ્યું હતું કે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેકમાં વેચાઇ રહી છે.. જે બાદ આ ટિકીટો બ્લેકમાં વેચનારા સામે તપાસ શરૂ થઇ હતી. મહત્વનું છે કે, ઓનલાઈન વેંચાયેલી ટિકિટ ઉંચા ભાવે ફરી વેંચાતી હોવાની ફરિયાદો મળી હતી. નોંધનિય છે કે, 16 નવેમ્બરથી ઓનલાઈન ટિકિટનું વેંચાણ શરૂ થયું હતું જોકે શૉની તમામ ટિકિટો મિનિટોમાં જ વેંચાઈ ગઈ હતી. આગામી 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાનાર છે. અમદાવાદમાં પણ 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે. બ્લેકમાં ટિકિટનું વેચાણ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
કોલ્ડપ્લે કોન્સર્ટ શું છે?
ADVERTISEMENT
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી. તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.
આ પણ વાંચોઃ મુંબઈ હોય કે અમદાવાદ, કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ, લિસ્ટ લાંબુ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.