વિવાદ / મહેસાણામાં મૂંછ મૂંડાવવા વિવાદ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી

 Police arrested 6 accused in Mehsana for fight of mustache

મહેસાણાના સતલાસણા તાલુકાના કોઠાસણા ગામમાં એક દલિત યુવકનો મૂછ મરોડતો ટિકટોક વીડિયો યુવક માટે મુસિબતનું કારણ બન્યો હતો. યુવકને ગામના સાત યુવાને આ વીડિયો બાદ ધમકાવ્યો હતો અને તેની મૂછો મુંડાવી નંખાવી હતી. એટલુ જ નહીં પરંતુ ફરીથી તેનો માફી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો. સતલાસણ પોલીસ સ્ટેશનમાં આ અંગની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે પોલીસે આજે 6 આરોપીઓની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ