પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે પરંતુ જ્યારે પોલીસ જ ભક્ષક બની જાય ત્યારે શું કરવુ?
પોલીસની શરમજનક ઘટના
મફતમાં બર્ગર આપવાની પાડી ના
પોલીસે 19 લોકને કર્યા જેલભેગા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના મફતીયા પોલીસકર્મિઓનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. લાહોરના કેટલાક પોલીસકર્મીઓએ ફ્રીમાં બર્ગર માંગ્યુ અને મફત બર્ગર ન આપતા 19 લોકોને જેલમાં ધકેલી દીધા હતા. આ મામલો સામે આવ્યા બાદ પોલીસની આલોચના પણ થઇ રહી છે કારણકે તે પોલીસકર્મીઓ પર વસૂલીના પણ આરોપ લાગેલા છે.
ના સાંભળતા જ ભડક્યા પોલીસકર્મી
એક રિપોર્ટ પ્રમાણે પોલીસ કર્મીઓએ જોની એન્ડ જુગનુ નામની ફૂડ ચેનમાં મફત બર્ગરની ડિમાન્ડ કરી હતી અને કર્મચારીઓએ પોલીસને કહ્યું કે ફ્રી બર્ગર નહી આપી શકાય ત્યારે પોલીસકર્મીઓને ગુસ્સો આવ્યો હતો અને 19 લોકોને લોકઅપમાં નાખી દીધા હતા. ત્યાં રહેલા અન્ય ગ્રાહકો વિશે વિચાર્યા વગર જ 19 લોકોને જેલમાં ધકેલી દીધા હતા.
9 પોલીસકર્મીઓને કર્યા સસપેન્ડ
શનીવારે જ્યારે આ વાતને લઇને ખળભળાટ મચી ગયો ત્યારે વરિષ્ઠ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને પોલીસકર્મીઓને તત્કાલ પ્રભાવથી સસપેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનની પોલીસ ભ્રષ્ટાચાર અને જબરજસ્તી વસૂલી કરવા માટે કુખ્યાત છે.
PM ખાને કહી આ વાત
રેસ્ટોરન્ટના સ્ટાફે કહ્યું કેસ, પોલીસ દ્વારા લોકઅપમાં લેવામાં આવેલા કર્મચારીઓ યુવાન છે અને કેટલાક તો યુનિવર્સિયીમાં ભણે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકે તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે.