Police and SOG raided BJP leader Karshan Dhaduk Essel Park resort Junagadh
કાર્યવાહી /
જૂનાગઢ ભાજપના અગ્રણીના રિસોર્ટમાં પોલીસ-SOGના દરોડા, પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર સહિત 15 જુગારીઓની ધરપકડ
Team VTV09:59 PM, 23 Nov 20
| Updated: 10:02 PM, 23 Nov 20
જૂનાગઢમાં ભાજપના અગ્રણી કરશન ધડુકના એસેલ પાર્ક રિસોર્ટમાં પોલીસ અને SOGએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે કુલ 15 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપીને કાર્યવાહી કરી ધરી છે. જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુકની ધરપકડ કરી છે.
ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્રની ધરપકડ
કરશન ધડુકના રિસોર્ટમાંથી 15 લોકોની ધરપકડ
મોટી રકમના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા
જૂનાગઢમાં એસેલ પાર્ક રિસોર્ટમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. રિસોર્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. ભાજપ અગ્રણીના રિસોર્ટમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રિસોર્ટમાંથી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક અને 2 મહિલા સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ જુગારીઓ મોટી રકમના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે. હજુ પણ પોલીસ અને SOGની સંયુક્ત તપાસ ચાલુ છે. ભાજપના અગ્રણીની હોટલમાં જુગારધામના પર્દાફાશથી ચકચાર મચી છે.