Police and security agencies, finding 10 packets of charas, Kutch border,Vigilant
દૂષણ /
કચ્છમાં 'કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી રાઈસ'ના પેકેટમાં એવી વસ્તુ મળી આવી કે BSF જવાનો ચોંક્યા
Team VTV05:19 PM, 12 Jun 22
| Updated: 05:23 PM, 12 Jun 22
કચ્છની સરહદેથી વધુ એક વખત ચરસના 10 પેકેટ મળી આવતા પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક બની છે.
કચ્છની સરહદેથી ચરસ મળી આવ્યુ
બિનવારસી 10 ચરસના પેકેટ મળ્યા
વરયા બેટ પાસેથી BSFને મળી આવ્યુ ચરસ
ક્ચ્છ સરહદેથી ફરી એક વખત ચરસનો જથ્થો મળી આવતા કચ્છ જાણે ગાંજા અને ચરસનો ગઢ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કચ્છના જખૌ નજીક આવેલા વરયા બેટ BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વરયા બેટ પાસે શંકાસ્પદ પેકેટ નજરે પડ્યા હતા.જેને પગલે BSFના જવાનોએ દોડી જઈ તપાસ હાથ ધરતા બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. ઝડપાયેલ ચરસના પેકેટ પર "કોબ્રા બ્રાન્ડ કોહિનૂર બાસમતી રાઈસ" લખેલુ હોવાનું નજરે પડ્યુ હતું. વરયા બેટ પાસેથી પકડાયેલ ચરસના પેકેટને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. નોંધનિય છે કે, અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં 1516 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જેથી આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કરવા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ સિંધોડી નજીક ચરસના પેકેટ મળ્યા
આશરે 15 દિવાસ અગાઉ અબડાસાના સિંધોડી નજીક જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. મરીન પોલીસે ચરસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠા પર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવા અનિવાર્ય થયા છે.
24મેના રોજ ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હતું
મહત્વનું છે કે ગત 24મેના રોજ અબડાસામાંથી જ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. દરિયાકાંઠેથી ડ્રગ્સનુ 1 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર સાબદું બન્યું હતું. પશ્ચિમ ક્ચ્છ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં નજરે ચડયા હતા. જેને લઈને પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે તલાશી લેતા તેના કબ્જામાંથી ડ્રગ્સનુ 1 પેકેટ ઝડપાયુ હતું.