બ્રેકિંગ ન્યુઝ
VTV / police administration officials beat up by villagers tried to cremate covid 19 positive body in odisha
Dharmishtha
Last Updated: 10:15 AM, 17 May 2021
ADVERTISEMENT
અધિકારીઓ અને પોલીસ કર્મીઓને માર માર્યાની ઘટના
દેશભરમાં કોરોના સંક્રમણની સ્પીડ રોકાઈ નથી રહી. અનેક રાજ્યોમાં સ્થિતિ હજું પણ ઘણી ખરાબ છે. મોટી સંખ્યામાં મામલા સામે આવવાની સાથે મોત પણ વધારે થઈ રહ્યા છે. ત્યારે આ દિવસોમાં ગામમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. આ તમામની વચ્ચે ઓડિસાના એક ગામમાં અધિકારીઓ અને પોલીસ કર્મીઓને માર માર્યાની ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
Odisha | People from Sonariposi village beat up police & administration officials after they allegedly tried to cremate a COVID-19 patient there
— ANI (@ANI) May 16, 2021
"Thakurmunda police has registered a case. Seven people have been sent to judicial custody," said Smith Parmar, Mayurbhanj SP (16.05) pic.twitter.com/kBLpLGwczp
કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાવવા પહોંચ્યા હતા
જાણકારી અનુસાર ઓડિસાના સોનારીપોસી ગામમાં લોકોએ પોલીસવાળા અને પ્રશાસનિક ઓફિસરોની માર માર્યો છે. મનાઈ રહ્યુ છે કે પોલીસ અને ઓફિસર ગામમાં કોઈ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાવવા પહોંચ્યા હતા. આ વાતથી ગામજનો નારાજ થયા હતા.
ઠાકુરમુંડ પોલીસે કેસ નોંધ્યો, 7ની ધરપકડ
મોટી સંખ્યામાં ગામજનો સ્થળ પર પહોંચ્યા અને પોલીસ તથા ઓફીસરોને ઘેરી વળ્યા. આ બાદ તેમને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પર મયુરગંજના એસરી સ્મિથ પરમારે માહિતી આપતા કહ્યું કે ઠાકુરમુંડ પોલીસે કેસ નોંધ્યો છે અને સાત લોકોની ધરપકડ કરી છે. મામલાની તપાસ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ઓડિસામાં કોરોના વાયરસ સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યુ છે. રાજ્યમાં રોજના મોટી સંખ્યામાં નવા મામલા સામે આવી રહ્યા છે. આ સમય ઓડિસામાં સંક્રમણના કુલ મામલ 6 લાખથી વધારે છે. સાથે 2300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.