બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police action in defamation of former IPS officer

કાવતરું! / પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા મામલે પોલીસ એક્શનમાં, આરોપીઓની તપાસ માટે કરશે આ ડિમાન્ડ

Priyakant

Last Updated: 02:57 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવૃત્ત DGP સામે ખોટા એફિડેવીટનો મામલે હવે મંગળવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ વધુ તપાસ માટે આરોપીઓની વધુ રિમાન્ડ માંગી શકે

  • ગુજરાતના નિવૃત્ત DGP સામે ખોટા એફિડેવીટનો મામલો
  • આરોપીઓની કરવામાં આવી મેડિકલ તપાસ
  • ગાંધીનગર સિવિલ ખાતે કરવામાં આવી મેડિકલ તપાસ
  • મંગળવારે આરોપીઓ ને કોર્ટમા રજૂ કરવામાં આવશે
  • આરોપીઓની પોલીસ તપાસ માટે માંગી શકે છે વધુ રિમાન્ડ

ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા બદલ 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ હવે આરોપીઓની ગાંધીનગરર સિવિલ ખાતે કરવામાં મેડિકલ તપાસ આવી છે. મહત્વનું છે કે, હવે મંગળવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે પોલીસ વધુ તપાસ માટે આરોપીઓની વધુ રિમાન્ડ માંગી શકે છે. મહત્વનું છે કે, આ સમગ્ર ઘટનામાં ભાજપ નેતા અને 2 પત્રકારો પણ સામેલ છે. 

રાજ્યના એક નિવૃત DGPને બદનામ કરવા અને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ  નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATSએ 05 લોકોને ઝડપી લીધા છે. જેમાં ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે. 

શું છે સમગ્ર ઘટના ? 
પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સ્થાનિક નેતા જ મુખ્ય સૂત્રધાર 
આ ઘટનાની માહિતી મુજબ ભાજપ OBC મોરચાના નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક ભાજપના નેતા અને પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યુ હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં ખોટુ સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયુ હતું. પૂર્વ DGP ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા.  

ATSએ કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ 
પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ કરી ATSએ 5 લોકોની ધરપકડ કરી છે. વિગતો મુજબ 5માંથી 2 આરોપી પત્રકાર હોવાનું સામે આવ્યું છે. રૂપિયા પડાવવા માટે ખોટું એફિડેવિટ કર્યું હોવાનું અને ભાજપના OBC નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. એક મહિલાનો ઉપયોગ કરીને પૂર્વ IPS પાસેથી તોડ કરવાનો આરોપ છે. 

8 કરોડનો તોડ કરવાના નામે ષડયંત્ર
ATS દ્વારા જણાવાયું છે કે, પૂર્વ IPS પાસેથી તોડ કરાવવા એક મહિલા પાસે દુષ્કર્મની ખોટી એફિડેવિટ દાખલ કરાવડાવી હતી.  ઇસ્માઇલ મલેક નામનો વ્યક્તિ મહિલાને ચાંદખેડા લઇ ગયો હતો. અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે તેવું કહી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે અધિકારી પાસેથી રૂ.8 કરોડનો તોડ કરવાના નામે ષડયંત્ર રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પીડિત મહિલાને દબાણમાં રાખીને ખોટી એફિડેવિટમાં ઉચ્ચ અધિકારીનું નામ જાહેર કરાયુ હોવાનો ઘટસ્ફોટ ATS એ કર્યો છે. 

કોણ કોણ આરોપી ? 

  • જી.કે.પ્રજાપતિ (ભાજપ નેતા) 
  • હરેશ જાદવ
  • મહેન્દ્ર પરમાર
  • આશુતોષ પંડ્યા (પત્રકાર)
  • કાર્તિક જાની (પત્રકાર)

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat ATS ats ખોટું એફિડેવિટ ખોટું સોગંદનામું ગુજરાત એટીએસ પૂર્વ IPS અધિકારી ષડયંત્રનો પર્દાફાશ Gujarat ATS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ