બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police action against liquor dens in Panchmahal
Last Updated: 01:43 PM, 28 July 2022
ADVERTISEMENT
આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પંચમહાલના ધરમપુરી રોડ પર ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી રહી છે. અભેટવા નજીક ધરમપુરી રોડ પર ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. 6 જેટલા અલગ-અલગ ઝુંપડામાં 15થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓ જોવા મળી. જો કે, VTVનો કેમેરો જોઈને મહિલા બુટલેગરોએ દારૂની ભઠ્ઠીઓ નાશ કરી દીધી. ત્યારે કહી શકાય કે ગુજરાત સરકારના દારૂબંધીના દાવાઓ વચ્ચે આજે પણ ભઠ્ઠીઓમાં ખુલ્લેઆમ દેશી દારૂ બની રહ્યો છે. ખૂબ મોટી માત્રામાં દેશી દારૂ બનતો હોવાના પુરાવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
VTVના અહેવાલ બાદ પોલીસ એક્શન મોડમાં
જો કે, VTVના અહેવાલની અહીંયા અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, પંચમહાલના ધરમપુરી રોડ પર ખુલ્લેઆમ ધમધમતી દારૂની ભઠ્ઠીઓને લઇને અહેવાલ રજૂ કર્યો હતો. જ્યાર બાદ જિલ્લા પોલીસવડા એક્શનમાં આવ્યા છે. હાલોલ તાલુકાના ધરમપુરી ગામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. દેશી દારૂ બનાવનાર બુટલેગર ફરાર થઇ ગયા છે. VTVના અહેવાલ બાદ હાલોલ ગ્રામ્ય પોલીસ અને જિલ્લા LCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. જ્યાં દારૂ બનાવતા સાધનોની તોડફોડ કરવામાં આવી છે. ચાલુ ભઠ્ઠીનો પોલીસે નાશ કરી દીધો છે.
રાજ્યમાં દારૂબંધીના મસમોટા દાવા માત્ર કાગળ પર
ગુજરાતમાં અવારનવાર ઝડપાતા દારૂના જથ્થા અને દારૂની ભઠ્ઠીઓના કારણે એ તો સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, રાજ્યમાં દારૂબંધીના મસમોટા દાવા માત્ર કાગળ પર જ છે. વાસ્તવિકતા તો કંઇક જુદા જ દ્રશ્યો દેખાડી રહ્યું છે. રાજ્યમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઇ શકે છે તેમ છતાંય રાજ્યમાં દારૂની હેરાફેરી બંધ થવાના બદલે વધી રહી છે. ગુજરાત સરકારના ચોપડે દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં તો દિવસે ને દિવસે દારૂ પીવાવાળાની સંખ્યા પણ વધી રહી છે.
રાજકોટનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ
ત્યારે આજ રોજ રાજકોટનો પણ એક વીડિયો વાયરલ થયો છે. કે જેમાં એક બંધ ઓફિસમાં દારૂની પાર્ટી થતી જોવા મળી રહી છે. બુધવારના રોજ રાત્રિના સમયે દારૂની પાર્ટી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાર્ટીમાં 15 વ્યક્તિઓ સામેલ છે. ફિલ્મી ગીતો પર ડાન્સ સાથે પાર્ટી યોજાઇ રહી છે. આ વીડિયો માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, VTV વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું.
ઉલ્લેખનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડ વચ્ચે ગઇકાલે સુરતના પાંડેસરામાં દેશી દારૂના અડ્ડાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું જોવા મળ્યું હતું. લિંબાયત વિસ્તારમાં પણ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
સુરતના ખટોદરામાં પણ દેશી દારૂના વેચાણનું સેન્ટર
સુરતના ખટોદરા વિસ્તારમાં પણ દેશી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું હતું. મીડિયાના કેમેરા જોતા જ દારૂ વેચનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. દેશી દારૂનો જથ્થો મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થતા કેમેરામાં કેદ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.