ભાગેડુ મેહુલ ચોક્સીના કારણે કેરિબિયાઈ દેશોની રાજનીતિ ગરમાઈ
ભારત બાદ મેહુલ ચોક્સીના કારણે કેરિબિયાઈ દેશોની રાજનીતિમાં ગરમાવો
એન્ટીગુઆ અને ડોમિનિકા બન્ને દેશોની વિપક્ષ પાર્ટીએ સરકાર પર કર્યા પ્રહારો
વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવ્યો ફંડીગનો આરોપ
PNB સ્કેમના આરોપી મેહુલ ચોક્સીના કારણે ભારતની રાજનીતિમાં તો ભૂકંપ આવ્યો જ હતો. સાથે જ હવે તેના કારણે કેરિબિયાઈ દેશોની રાજનીતિ પણ ગરમાઈ છે. એન્ટીગુઆ અને ડોમિનિકા બન્ને દેશોના વિપક્ષી પાર્ટીઓએ મેહુલ ચોક્સીના મામલે પોત પોતાની સરકાર પર નિશાન સાધ્યું છે.
ડોમિનિકામાં વિપક્ષના નેતા લિનોક્સ લિંટને આરોપ લગાવતા કહ્યું છે કે મેહુલ ચોક્સી જે પ્રકારે એન્ટીગુઆથી ગાયબ થઈને અહીં જોવા મળ્યો છે તેમાં સરકાર પણ સંડોવાયેલી છે. વિપક્ષે માંગ કરી છે કે મેહુલ ચોક્સી સાથે જોડાયેલી સંપૂર્ણ થિયરી પર તરત જ રોક લગાવી દેવામાં આવે.
વિપક્ષી પાર્ટિઓને ફંડ કરવાનો આરોપ
ડોમિનિકા પહેલા એન્ટીગુઆમાં પણ વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનને નિશાને લેવામાં આવ્યા હતા. પરંતુ એન્ટીગુઆમાં તો પ્રધાનમંત્રીએ પોતે ગેસ્ટન બ્રાઉનને આરોપ લગાવ્યો હતો કે મેહુલ ચોકસી તેમના દેશની વિપક્ષી પાર્ટીઓને ફંડ આપી રહ્યો છે. માટે જો તે સત્તામાં આવે તો તેને એન્ટીગુઆ રહેવા માટે મળે.
અન્ય દેશોમાં પણ મેહુલ ચોક્સીને લઈને ચર્ચા
ડોમિનિકા અને એન્ટીગુઆ ઉપરાંત પર અન્ય અમુક દેશોમાં મેહુલ ચોકસીને લઈને ચર્ચા થઈ રહી છે. હાલ મેહુલ ચોક્સી ડોમિનિકામાં કસ્ટડીમાં છે. અહીં વિપક્ષે પોલીસ અને સરકારના રોલની તપાસની વાત કહી રહી છે મેહુલ ચોક્સી આટલી સરળતાથી કઈ રીતે આવી ગયો.