પંજાબ નેશનલ બેંક, ICICI બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ લેન્ડિંગ બેઝ્ડ રેટ (MCLR)માં વધારો કર્યો છે અને આ નવા દરો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવી ગયા છે.
આ બેંકોએ MCLRમાં વધારો કર્યો
આ બાદ લોન મોંઘી થશે અને EMIમાં પણ વધારો થશે
MCLR શું છે?
બેંકોના આ પગલા બાદ લોન મોંઘી થશે અને EMIમાં પણ વધારો થશે. MCLRમાં કરવામાં આવેલ આ વધારો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર સીધી અસર કરશે.
થવા જઈ રહી છે MPC ની બેઠક
છેલ્લી વખત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો એનએ હવે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આવતા અઠવાડિયે 5 ડિસેમ્બરથી ફરી એકવાર મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે મીટીંગ શરૂ થાય તે પહેલા જ બેંકોએ તેમની લોન મોંઘી કરવાની શરુ કરી દીધી છે.
ICICI બેંકે કેટલો વધારો કર્યો?
ICICI બેંકની વેબસાઈટ અનુસાર, એક મહિનાની લોન માટે MCLR દર 8.05 ટકાથી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો 8.20 ટકા અને છ મહિનાનો MCLR 8.35 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ એક વર્ષનો MCLR વધારીને 8.40 ટકા કરવામાં આવ્યો જે પહેલા 8.30 ટકા હતો.
PNBએ આટલો વધાર્યો MCLR
PNBએ એક વર્ષની લોન માટે MCLR 8.05% થી વધારીને 8.10% અને છ મહિના માટે MCLR 7.75% થી વધારીને 7.80% કર્યો છે. જણાવી દઈએ કે ઓવરનાઇટ MCLR 7.40 ટકાથી વધીને 7.45 ટકા થઈ ગયો છે. મહિના માટે MCLR 7.45 ટકાથી વધારીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 7.55 ટકાથી વધારીને 7.60 ટકા કરવામાં આવ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો મોટો વધારો
બેંક ઓફ ઈન્ડિયાએ તમામ મુદત માટે MCLRમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જણાવી દઈએ કે બેંક ઓફ ઈન્ડિયાનો એક વર્ષનો MCLR હવે 8.15 ટકા થઈ ગયો જે પહેલા 7.95 ટકા હતો. છ મહિનાનો MCLR 7.65% થી વધીને 7.90% થયો છે. ત્રણ મહિનાનો MCLR 7.45 ટકાથી વધીને 7.70 ટકા થયો છે.
MCLR શું છે?
કોઈપણ બેંકના MCLRમાં વધારાથી કાર, પર્સનલ અને હોમ લોન મોંઘી થઈ જાય છે સાથે જ MCLRમાં વધારો તમારી લોનની EMI વધારે છે. MCLRમાં વધારો નવા લોન લેનારાઓ માટે સારો નથી ગણવામાં આવતો. તેમાં વધારાથી લોન વધુ મોંઘી મળશે. હાલના ગ્રાહકો માટે લોન રીસેટની તારીખ આવશે ત્યારે લોન EMI વધી જશે. ટૂંકમાં MCLR એ ન્યૂનતમ દર છે જેના પર બેંકો ગ્રાહકોને લોન આપે છે.