બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / એકથી વધારે બેન્કમાં એકાઉન્ટ હોય તો ભરવો પડશે દંડ! આવો મેસેજ આવે તો ચેતજો, જાણો સત્ય
Last Updated: 01:51 PM, 5 August 2024
આજકાલ મોટાભાગના લોકો પાસે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય છે. જો તમે નોકરીયાત છો તો દરેક નવી નોકરી બદલવા પર કંપની તમારૂ નવું બેંક એકાઉન્ટ ખોલી દે છે. ત્યાં જ જુના જેટલા એકાઉન્ટ હોય એ કદાચ જ કોઈ બંધ કરાવતું હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમોનો ફાયદો ઉઠાવવા માટે પણ બેંક એકાઉન્ટ જરૂરી છે.
ADVERTISEMENT
⚠️ Fake News Alert
— PIB Fact Check (@PIBFactCheck) August 3, 2024
कुछ आर्टिकल में यह भ्रम फैलाया जा रहा है कि भारतीय रिजर्व बैंक की नई गाइडलाइंस के अनुसार, अब एक से अधिक बैंक में खाता रखने पर जुर्माना लगाया जाएगा।#PIBFactCheck
▶️ @RBI ने ऐसी कोई गाइडलाइन जारी नहीं की है।
▶️ ऐसे फर्जी खबरों से सावधान रहें! pic.twitter.com/I5xC1yiaPy
એવામાં જો તમારી પાસે પણ 2થી વધારે બેંક એકાઉન્ટ છે તો આ ખબર તમારા કામની છે. હકીકતે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઈડલાઈન અનુસાર એક કરતા વધારે બેંકોમાં એકાઉન્ટ રાખવા પર દંડ લગાવવામાં આવશે. શું હકીકતે આમ થઈ રહ્યું છે? જાણો શું છે વાયરલ મેસેજની હકીકત.
ADVERTISEMENT
શું છે વાયરલ મેસેજમાં?
સોશિયલ મીડિયામાં બેંક ખાતાને લઈને ઝડપથી એક ખબર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈની પાસે 1થી વધારે બેંક એકાઉન્ટ છે તો તેની પર મોટો દંડ આવી શકે છે.
તપાસ એજન્સી PIBએ તેનું ફેક્ટ ચેક કર્યું છે. PIBની ટીમે વાયરલ મેસેજની તપાસ કરી છે. જેમાં મળી આવ્યું છે કે એકથી વધારે બેંકોમાં ખાતુ હોવા પર દંડ વસુલવા વાળો મેસેજ સંપૂર્ણ રીતે નકલી છે.
શું છે હકીકત?
સોશિયલ મીડિયામાં બેંક ખાતા વાળી વાયરલ ખબરની તપાસ કરવા પર PIB ફેક્ટ ચેકે એક્સ પર હકીકત જણાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભ્રમ ફેલાવવા માટે આવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. PIBએ જણાવ્યું કે RBIએ એવી કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરી. લોકોએ એલર્ટ કરતા PIBને કહ્યું, આવી નકલી ખબરોથી સાવધાન રહો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.