PNB બેંકે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે 31 માર્ચ પહેલાં બેંકથી તમારા નવા આઈએફસી કોડ અને નવી ચેકબુક લઈ લો. નહીં તો પછી તે કામ કરશે નહીં અને તમને મુશ્કેલી થશે.
PNBએ ગ્રાહકોને કર્યા એલર્ટ
31 માર્ચ પહેલાં કરી લો આ કામ
નવા આઈએફસી કોડ અને નવી ચેકબુક લઈ લો
જો તમારું ખાતું PNB બેંકમાં છે તો તમારા માટે આ વાત કામની છે. પીએનબીએ બેંકના ગ્રાહકોને ટ્વિટ કરીને અપડેટ કર્યા છે અને કહ્યું છે કે તેઓ 31 માર્ચ પહેલાં જ નવી ચેકબુક, નવો આઈએફસી કોડ અને એમઆઈસીઆર કોડ લઈ લે. 1 એપ્રિલથી આ નિયમો બદલાઈ રહ્યા છે. 31 માર્ચ બાદ જૂના કોડ કામ કરશે નહીં. તમે રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યા છો તો તમારે બેંકથી નવો કોડ લેવાનો રહે છે.
આ બેંકો સાથે છે બેંકનું મર્જર
1 એપ્રિલ 2020થી સરકારે PNB, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કર્યું હતું. પીએનબીમાં મર્જર થયા બાદ યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની દરેક શાખાઓ હવે PNBની શાખાના રૂપમાં કામ કરી રહી છે. બેંકની 11000થી વઘારે શાખાઓ અને 13000થી વધારે એટીએમ કામ કરી રહ્યા છે.
PNBએ શનિવારે સોશ્યલ મીડિયા પર ટ્વિટરની મદદથી તેની જાણકારી આપી છે. બેંકે કહ્યું છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code 31 માર્ચ સુદી કામ કરશે. એટલે કે 1 એપ્રિલથી બેંકથી નવા કોડ અને ચેકબુક લેવાની રહેશે. ગ્રાહક વધારે જાણકારી માટે 18001802222/18001032222 આ ટોલ ફ્રી નંબરની મદદ લઈ શકે છે.
પીએનબીના ગ્રાહકો અન્ય એટીએમ મશીનથી રૂપિયા કાઢી શકશે નહીં
1 ફેબ્રુઆરીથી પીએનબીના ગ્રાહકો અન્ય એટીએમ મશીનથી રૂપિયા કાઢી શકશે નહીં. પીએનબીએ દગાખોરીથી ગ્રાહકોને બચાવવા માટે આ પગલું લીધું છે. નોન ઈએમવી એટીએમ કે બિન ઈએમવી એટીએમમાં કાર્ડનો ઉપયોગ કર્યા બાદ લેનદેનના સમયે કરી શકાતો નથી. તેને શરૂઆતમાં એક કાર્ડને એક વાર સ્વેપ કરવાનું રહે છે. આ મશીનમાં કાર્ડની મેગ્નેટિક પટ્ટીની મદદથી કામ થાય છે. આ સમયે ઈએમવી મશીનમાં કાર્ડ થોડા સમય માટે લોક પણ રહે છે.