બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / PNB કસ્ટમર્સ 12 ઓગસ્ટ પહેલા કરો આ કામ, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

બિઝનેસ / PNB કસ્ટમર્સ 12 ઓગસ્ટ પહેલા કરો આ કામ, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

Last Updated: 10:42 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને KYC વિગતો અપડેટ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

PNB KYC Update: પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને KYC વિગતો અપડેટ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. ગ્રાહકો આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.

પંજાબ નેશનલ બેંક ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંકોમાંની એક છે બેંકએ તેના ગ્રાહકોને 12 ઓગસ્ટ સુધીમાં KYC વિગતો અપડેટ કરવા જણાવ્યું છે. શુક્રવારે બેંકે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગ્રાહકો નિર્ધારિત સમયની અંદર KYC વિગતો અપડેટ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેમના ખાતા બંધ કરવામાં આવશે.

બેંકે કહ્યું છે કે આ અલ્ટીમેટમ એવા કસ્ટમર્સ માટે છે જેમના ખાતામાં 31 માર્ચ, 2024 સુધીમાં KYC અપડેટ થવા જોઇતા હતા. ગ્રાહકોએ તેમની શાખાની મુલાકાત લઈને અને આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, તાજેતરનો ફોટો, પાનકાર્ડ, મોબાઈલ નંબર જેવી માહિતી અપડેટ કરીને KYC કરવું જરૂરી છે. ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાને અનુસરીને પંજાબ નેશનલ બેંકએ તેના ગ્રાહકોને 12 ઓગસ્ટ સુધીમાં KYC અપડેટ કરવા જણાવ્યું છે.

Website_Ad_1200_1200_3.width-800

બેંકે એમ પણ કહ્યું છે કે KYC પીએનબી વન એપ/ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ (IBS)/રજિસ્ટર્ડ ઈ-મેલ/પોસ્ટ દ્વારા અથવા 12 ઓગસ્ટ 2024 સુધી રૂબરૂ કોઈપણ શાખાની મુલાકાત લઈને કરી શકાય છે.

વધું વાંચોઃ ન ઘરના ન ઘાટના! જાણીતી કંપની 17 હજાર કર્મચારીને કાઢી મૂકશે, છટણીનો તખ્તો તૈયાર

બેંકમાં ગયા વિના KYC કેવી રીતે અપડેટ કરવું?

ગ્રાહકો બેંકની મુલાકાત લીધા વિના પણ તેમના કેવાયસીને ડિજિટલ રીતે અપડેટ કરી શકે છે. રિઝર્વ બેંકે એવા ગ્રાહકો માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે જેઓ તેમના KYCને ઑનલાઇન અપડેટ કરવા માગે છે. આરબીઆઈના પરિપત્ર મુજબ, "બેંકોને કસ્ટમર્સના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમના માધ્યમથી આ સુવિધા પુરી પાડવા કહ્યુ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pnb customers alert PNB bank PNB kyc update last date
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ