બ્રેકિંગ ન્યુઝ
VTV / PMO's reply in the High Court
Last Updated: 03:04 PM, 23 September 2021
ADVERTISEMENT
PMO અન્ડર સેક્રેટરીએ આપ્યો જવાબ
PMOના અન્ડર સેક્રેટરી પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે દિલ્હી હાઈકોર્ટને PM-CARES ફંડ વીશે માહિતી આપતા કહ્યું કે, PM CARES ફંડને માહિતીના અધિકારાના દાયરામાં લાવી નથી શકાતું સાથેજ તેને રાજ્ય તરીકે પણ જાહેર ન કરી શકાય.
ADVERTISEMENT
હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ હતી
હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ PM-CARES ફંડને સંવિધાનના અમુચ્છેદ 12 પ્રમાણે રાજ્ય ઘોષિત કરવાની માગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશના નાગરિકો એ વાતથી અજાણ છે કે પ્રધાનમંત્રી દ્વારા એક ફંડ બનાવામાં આવ્યું છે. જેમા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણા મંત્રીએ સાથે મળીને આ ફંડ બનાવ્યું છે. જેના પર કોઈ સરકારી નિયંત્રણ નથી.
ટ્રસ્ટ માનવ અધિકાર પર કામ કરે છે: PMO
સમગ્ર મામલે PMO સેક્રેટરી દ્વારા કહેવામાં આ્યું કે આ ટ્રસ્ટ માનવ અધિકાર પર કામ કરે છે. સાથેજ પારદર્શિતા પ્રમાણે કામ કરવામાં આવે છે. ફંડનું ઓડિટ પણ ઓડિટર દ્વારા કરવામાં આવતું હોય છે. સાથેજ કહ્યું કે દરેક હિસાબોનો રિપોર્ટ પણ વેબસાઈટ પર મુકવામાં આવતો હોય છે.
ફંડનો રિપોર્ટ વેબસાઈટ પર મુકવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે PMO અન્ડર સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટને મળનારી બધી રકમ ઓનલાઈન પેમેન્ટ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મળે છે. જેને લઈને તેનું ઓડિટ કરવામાં આવતું હોય છે. સાથેજ જે પણ ફંડનો ઉપયોગ કરવામાં આવે તેને વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવતું હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.