કોરોના કાળમાં કેન્દ્ર સરકારે દેશમાં લગભગ 80 કરોડ રાશનકાર્ડ ધારકોને માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાના આધારે ગરીબ લોકોને મફતમાં રાશન આપવામાં આવી રહ્યું હતું. આ યોજના આગામી 30 નવેમ્બરે ખતમ થઈ રહી છે. એવામાં જો તમે આ યોજનાનો ફાયદો નથી લીધો તો જલ્દી જ ઉઠાવી લો ફાયદો.
સરકારની pmgkay થઈ રહી છે ખતમ
30 નવેમ્બરે ખતમ થઈ રહી છે આ સરકારી યોજના
pmgkayમાં ગરીબોને મફત રાશનની મળી રહી હતી સુવિધા
દર મહિને ફ્રીમાં મળતું હતું રાશન
યોજનાના આધારે દર મહિને 5 કિલો ઘઉં કે ચોખા ફ્રીમાં આપવાની સરકારની આ સ્કીમ 30 નવેમ્બરે ખતમ થઈ રહી છે. વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર મફત અનાજ વિતરણની આ યોજનાને આગળ વધારવા માટે હાલમાં કોઈ વિચારણા કરવામાં આવી નથી.
ગરીબોને માટે વરદાન સાબિત થઈ pmgkay
આ વર્ષે માર્ચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે pmgkayની જાહેરાત કરી હતી. તેમાં પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનાની જાહેરાત થઈ અને તેમાં દરેક રાશન કાર્ડ ધારકોને 5 કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરાઈ હતી. આ પછી તેને 5 મહિના માટે વધારીને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ફ્રીમાં અનાજ વિતરણની આ યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે અને યોજના કોરોના કાળમાં દેશના ગરીબોને માટે વરદાનરૂપ સાબિત થઈ છે.