બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પીએમ વિદ્યાલક્ષ્મી યોજના: જાણો કેવી રીતે મળશે સબસિડીવાળી લોન, આ રીતે કરો એપ્લાય, બસ જોઇશે આટલાં ડોક્યુમેન્ટ્સ
Last Updated: 08:41 AM, 14 November 2024
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના એ વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની એક પહેલ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે લોન અને સ્કોલરશીપ આપવામાં આવશે. આ માટે સરકારે ઓનલાઈન પોર્ટલ વિદ્યાલક્ષ્મી પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલમાં વિદ્યાર્થીઓ ઘણી બેંકો પાસેથી એજ્યુકેશન લોન લઈ શકે છે. ઉપરાંત, સ્કોલરશીપ માટે પણ એપ્લાય કરી શકે છે. ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી.
ADVERTISEMENT
આ રીતે કરો એપ્લાય
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ એપ્લાય કરવાની પ્રક્રિયા સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે. આ સ્કીમ માટે કેવી રીતે એપ્લાય કરવું એ જાણી લો.
ADVERTISEMENT
સૌથી પહેલા પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે. આ પોર્ટલ પર તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે અને અહીં એપ્લિકેશન કરી શકાય છે.
વેબસાઇટના હોમ પેજ પર રજીસ્ટ્રેશનનો ઓપ્શન મળશે. એના પર ક્લિક કરીને એક નાનું એપ્લિકેશન ફોર્મ ભરવું. આમાં વ્યક્તિગત જાણકારી, જેમ કે નામ, એડ્રેસ, ઈ-મેલ એડ્રેસ વગેરે ભરવાના હોય છે. આટલું કર્યા પછી રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થશે અને એક રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આપવામાં આવશે. આનો ઉપયોગ કરીને ભવિષ્યમાં આ વેબસાઇટ પર લોગઇન કરી શકાય છે.
વેબસાઇટ પર લોગઇન કર્યા પછી એક નવું પેજ ખુલશે. જ્યાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજનામાં એપ્લાય કરવાનો ઓપ્શન હશે, એના પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો. આમાં શૈક્ષણિક વિગતો, કુટુંબની આવક અને અન્ય સંબંધિત માહિતી શામેલ હશે.
આ પણ વાંચો: 12 પાસ ઉમેદવારો તૈયાર થઇ જાઓ! આવી ગઇ વધુ એક નોકરી, નોટ કરી લો અરજી માટેની અંતિમ તારીખ
ડોક્યુમેન્ટ અપલોડ કરીને આટલું કરો
એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે, કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ, કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર, 12મા ધોરણની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), ડોમિસાઇલ સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, અરજીને રિવ્યૂ કરો. જો બધું બરાબર હોય તો 'સબમિટ' બટન પર ક્લિક કરો. એકવાર એપ્લિકેશન સબમિટ થઈ જાય, પછી તેની સમીક્ષા કરવામાં આવશે. જો એપ્લિકેશન મંજૂર થઈ જાય છે, તો તમને ઈમેલ અથવા મોબાઈલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. આ રીતે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે સરળતાથી અરજી કરી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT