Team VTV07:59 AM, 30 Aug 19
| Updated: 08:09 AM, 30 Aug 19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યોગ પુરસ્કાર એનાયત કરશે તેમજ 12 આયુષ સ્મારક પોસ્ટ ટિકિટ પણ ઇશ્યુ કરશે. આ સાથે પીએમ મોદી 10 આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત કરશે.
આ એવોર્ડની જાહેરાત રાંચી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે કરવામાં આવી હતી. આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગત વર્ષના બે વિજેતાઓને પણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ અવસર પર પીએમ મોદી વિદ્વાનો, ચિકિત્સકો અને આયુષ પ્રણાલીથી ઇલાજ કરનારાઓના સન્માનમાં 12 સ્મારક પોસ્ટ ટિકિટ પણ ઇશ્યુ કરશે. આ સ્મારક પોસ્ટ ટિકિટમાં આયુષ પ્રણાલિના આ ઇલાજ કરનારાઓના મહાન કાર્ય પર પ્રકાશ પાથરવામાં આવશે.
યોગના સંવર્ધન અને વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન માટે વડાપ્રધાન પુરસ્કારની સ્થાપના અને જાહેરાત 21 જૂન 2016ના રોજ બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ચંદીગઢમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી.
જેમાં પ્રત્યેક વિજેતાઓને 25 લાખ રૂપિયાની રોકડ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. 2019ના યોગ પુરસ્કાર વિજેતાઓમાં વ્યક્તિગત-રાષ્ટ્રીય શ્રેણીમાં લાઇફ મિશન ગુજરાતના સ્વામી રાજર્ષિ મુનિ, વ્યક્તિગત-આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઇટાલીના અંતોઝયા રોજી, સંગઠન-રાષ્ટ્રીય શ્રેણીમાં બિહાર સ્કૂલ ઓફ યોગ સામેલ છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગના ક્ષેત્રમાં ફાળો આપનારને સન્માનિત કરશે. પ્રધાનમંત્રી મોદી આયુષ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં યોગના સંવર્ધન અનેક વિકાસમાં યોગદાન આપનારને સન્માનિત કરવામાં આવશે.
યોગ દિવસ નિમિત્તે રાંચીમાં વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે વિજેતાઓને 25 લાખ રોકડા અને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. દિલ્લીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમ યોજાશે.