Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

PM મોદી કરશે 25મીએ દેશના સૌથી લાંબા રેલ-માર્ગ પુલનું ઉધ્ધાટન...

PM મોદી કરશે 25મીએ દેશના સૌથી લાંબા રેલ-માર્ગ પુલનું ઉધ્ધાટન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે બોગીબીલ પુલનું ઉધ્ધાટન કરશે. આ દેશનો સૌથી મોટો રેલ-રોડ પુલ છે. બોગીબીલ પુલ બ્રહ્મપુત્ર નદીના ઉત્તર તેમજ દક્ષિણી તટીયને જોડે છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગેની જાણકારી આપી છે. આ પુલ 4.94 કિલોમીટર લાંબો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે પુલનું ઉધ્ધાટન કરશે. કેન્દ્ર સરકાર 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરે છે.

આ બ્રિજની પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ જાન્યુઆરી 1997માં આધારશીલા રાખી હતી પરંતુ પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયીજી દ્વારા કાર્યના શુભારંભ પછી એપ્રિલ 2002માં તેનું કાર્ય શરૂ થું.

ગત 16 વર્ષથી આ પુલનું નિર્માણ પુરુ કરવા માટે ઘણી વખત સમયમર્યાદા નક્કી કરવામાં આવી પરંતુ તે પુરું થતું નહોતું. ત્રણ ડિસેમ્બર પહેલી માલ ગાડી આ પુલ પરથી પસાર થઇ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતે અરુણાચલ પ્રદેશની સરહદ વિસ્તારમાં સાધન-સામગ્રી પહોંચાડવાની સુધાર યોજના હેઠળ આ બોગીબીલ પુલ પરિયોજનાનો એક ભાગ છે.

જેમાં બ્રહ્મપુત્રના ઉત્તરી તટ પર ટ્રાન્સ અરુણાચલ હાઇવે તથા મુખ્ય નદી તેમજ તેની સહાયક નદી જેમ કે દિબાંગ લોહિત સુબનસીરી તેમજ કામેંગ પર નવા રોડ તેમજ રેલ જોડાણનું નિર્માણ સામેલ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ