બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 15 August 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. સૌર ઉર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે “PM સૂર્યઘર યોજના” શરૂ કરવામાં આવી છે, જેમાં 30 હજાર યુવાનોને સૂર્ય મિત્ર તરીકે તાલીમ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ યોજના ઉત્તર પ્રદેશની યોગી સરકારના મિશન મોડમાં ઝડપથી આગળ વધી રહી છે, જ્યાં દરેક વ્યક્તિને સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પીએમ સૂર્યઘર યોજના થકી રાજ્યમાં સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન તો વધશે જ, પરંતુ યુવાનોને રોજગારીની નવી તકો પણ મળશે.
ADVERTISEMENT
જાણીતું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો લક્ષ્યાંક દેશભરમાં એક કરોડ સોલાર રૂફ પર સોલાર પેનલ લગાવવાનો છે. આ માટે PM મોદીએ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે અને તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ છત પર સોલર પેનલ માટે કેવી રીતે અરજી કરી શકો છો, ચાલો એ જાણીએ...
સાથે તેના પર સબસિડી પણ મળે છે
આ વિશેની દરેક માહિતી તમને https://pmsuryaghar.gov.in/ પર મળી રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી અનુસાર જો તમે ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કુલ કિંમત 47,000 રૂપિયા થશે. જેના પર સરકાર 18,000 રૂપિયાની સબસિડી આપશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29,000 રૂપિયા ચૂકવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.