બ્રેકિંગ ન્યુઝ
VTV / PM street vendor's scheme to continue till December 2024
Hiralal
Last Updated: 07:09 PM, 27 April 2022
ADVERTISEMENT
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ફેરિયાઓ અને રેંકડી મજૂરો માટેની PM સ્વનિધિ યોજનાને 2024 સુધી લંબાવવાની મંજૂરી મળી છે. કેન્દ્રની આ યોજનામાં લાભાર્થીઓને ગેરન્ટી વગર 50 હજાર સુધીની લોન મળે છે.
The Union Cabinet has approved the continuation of Prime Minister Street Vendor’s AtmaNirbhar Nidhi (PM SVANidhi) till December 2024: Union Minister Anurag Thakur pic.twitter.com/gxAB3N3iIX
— ANI (@ANI) April 27, 2022
ADVERTISEMENT
શું છે પીએમ સ્વનિધિ
આ યોજના હેઠળ ફેરિયા અને રેંકડી મજૂરો પોતાનું કામ ફરી શરૂ કરવા માટે વ્યાજ સબસિડી સાથે 10,000 રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. પ્રથમ વખત લીધેલી લોનની સમયસર ચુકવણી કરવા પર પીએમ સ્વનિધિના લાભાર્થીઓ બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિયા સુધીની લોન માટે પાત્ર બને છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ક્યૂઆર કોડ, ટ્રેનિંગ અને કેશબેકની સુવિધા આપવામાં આવે છે. તે ઉપરાંત, સારી ચુકવણી વર્તણૂક અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે અનુક્રમે વ્યાજ સબસિડી (વાર્ષિક 7 ટકા) અને કેશબેક (1,200 રૂપિયા સુધી) ના રૂપમાં પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. વાર્ષિક 24 ટકાના દરે રૂ.10,000ની લોન માટે વ્યાજની સબસિડી અસરકારક રીતે કુલ વ્યાજના 30 ટકા છે.
PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિથી શહેરી ભારતના 1.2 કરોડ લોકોને ફાયદો થશે.
કેબિનેટની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો
કેબિનેટની કેબિનેટમાં પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે.
પ્રથમ- જમ્મુ અને કાશ્મીર કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વીજ પુરવઠામાં આત્મનિર્ભર બનશે.
બીજો- PM સ્વનિધિ યોજનાની અવધિ માર્ચ 2022 થી 2024 સુધી લંબાવવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડરોને ફાયદો થશે.
ત્રીજો- રાસાયણિક ખાતરો પર જંગી સબસિડીની જાહેરાત જેથી ખેડૂતોને વધતા ભાવની અસર ન થાય.
ચોથો- 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં 2G ટેલિકોમ નેટવર્કને 4Gમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટેક્નોલોજીને વેગ મળશે.
પાંચમો- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકોને પોસ્ટ ઓફિસોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી કરીને ગ્રામીણ વિસ્તારોની વધુને વધુ મહિલાઓ બેંકો સાથે જોડાઈ શકે અને તેમને બેંકિંગ સંબંધિત કામમાં સુવિધા મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.