— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 1, 2023
ભારત-ઓસ્ટ્રેલિય વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
9 માર્ચે વડાપ્રધાન મોદી મેચ નીહાળવા અમદાવાદ આવવાના છે, જેઓ ઓસ્ટ્રેલિયાના પીએ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ખાતે મેચ નીહાળશે. રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ જોશે. આ મેચ ભારત-ઓસ્ટ્રેલિય વચ્ચે રમાવાની છે. આ મેચ તમામ વિધાનસભા વાઈઝ 500 જેટલા કાર્યકર્તાઓ પણ મેચ નીહાળશે.
PM એન્થોની એલ્બનીજ અને PM નરેન્દ્ર મોદી
ઑસ્ટ્રેલિયાના PM અને PM મોદી સાથે જોશે મેચ
સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ સાથે જોશે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી આ પ્રસંગ વધુ ખાસ બનશે. અને આ મેચ પણ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ રમાવાની છે. અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ. જો કે, પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવશે, એટલું જ નહીં ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ જોવા માટે ગુજરાત આવવાના છે. એટલે કે બંને દેશના વડાપ્રધાનો એક સાથે મેચ નિહાળતા જોવા મળશે.