બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / PM નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા પ્રવાસે, ક્વાડ લીડર્સ સમિટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
Last Updated: 09:04 AM, 20 September 2024
પી.એમ. મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, પીએમ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ મહાસભામાં "સમિટ ઓફ ધ ફ્યુચર" ને સંબોધિત કરશે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં કાર્યરત ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે એક ગોળમેજ પરિષદ પણ યોજશે. ઉપરાંત તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને અન્ય અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
ADVERTISEMENT
ગાઝા-ઇઝરાયેલ અને રશિયા-યુક્રેનમાં સંઘર્ષ પર ચર્ચા
પ્રધાનમંત્રી સૌથી પહેલાં વિલ્મિંગ્ટન પહોંચશે, જ્યાં 21 સપ્ટેમ્બર ના રોજ ક્વાડ શિખર પરિષદમાં અમેરિકા ના રાષ્ટ્રપતિ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ અને જાપાનના સમકક્ષ ફુમિયો કિશિદા સાથે જોડાશે. વિલ્મિંગ્ટન, બાઇડનનું વતન છે. પીએમ ક્વાડ દેશોના નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરશે. ક્વાડ શિખર સમિટમાં ગાઝા-ઇઝરાયેલ અને રશિયા- યુક્રેનમાં સંઘર્ષો તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહકાર વધારવા અંગે ચર્ચા થશે.
ADVERTISEMENT
નવી પહેલોની જાહેરાત
વિદેશ સચિવ વિક્રમ મિસ્રી એ જણાવ્યું હતું કે, અમને આશા છે કે ઘણી નવી પહેલોની જાહેરાત કરવામાં આવશે. ક્વાડ નેતાઓ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવાર પર અસર, આ બીમારીને અટકાવવું, તેનો નિદાન અને ઉપચાર કરવો માટે નવી મહત્વાકાંક્ષી યોજના શરૂ કરશે. મિસ્રી એ જણાવ્યું હતું કે, ક્વાડ શિખર સમિટમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સ્થિરતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તેઓ સ્વાસ્થ્ય સુરક્ષા, વાતાવરણીય પરિવર્તન, ઉન્નત ટેક્નોલોજી, આંતરરાષ્ટ્રીય ધોરણ પર સંરચના અને કનેક્ટિવિટી અંગે ચર્ચા કરશે.
આ ઉપરાંત પીએમ મોદી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે. તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આવતા સપ્તાહે પીએમ મોદીને મળવાના છે. તેમણે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદી 21 સપ્ટેમ્બરે પહોંચશે US, ટ્રમ્પે કર્યો હતો મીટિંગનો દાવો, હવે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોને મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.