આજે એકતા દિવસે દેશના ભવિષ્યના અધિકારીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ એક ખાસ અપીલ કરી છે.
તમે સરદાર સાહેબની સલાહનું પાલન કરો : પીએમ મોદી
કર્તવ્ય, જવાબદારી અને પ્રણને એક ટુકડા પર લખી રાખો
આ ટુકડો જીવનભર સંકલ્પોને સાકાર કરવા માટે તમારી સાથે જ રહેશે
એકતા દિવસ પર ખાસ સંવાદ
દેશના ભાવી અધિકારીઓ સાથે સંવાદમાં પીએમ મોદીએ એક વિશેષ આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે રાતે સૂતા પહેલા તે પોતાના કર્તવ્યો લખીને રાખે. પીએમ મોદીએ કહ્યું કે એક કાગળનો ટુકડો જીવનભર તમારા 'હૃદયની ધડકન' બનીને રહેશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અધિકારીઓ જે પણ નિર્ણય લે તે રાષ્ટ્રીય સંદર્ભમાં જ હોય અને દેશની એકતા અને અખંડતાને મજબૂત કરે તેવો હોય. નોંધનીય છે કે આજે સરદાર પટેલની જન્મજયંતિ પર દેશ એકતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશના સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો.
શું છે ખાસ અપીલ ?
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે કામ કરવાનું શરુ કરશો ત્યારે ભારત પોતાની સ્વતંત્રતાનાં 75માં વર્ષમાં હશે. તમે જ એ અધિકારી હશો જે તે સમયે દેશની સેવામાં હશે જ્યારે દેશ પોતાની સ્વતંત્રતાના 100 વર્ષે ઉજવશે. મારો આગ્રહ છે કે રાતે સૂતા પહેલા પોતાને અડધો કલાક આપો. પોતાના કર્તવ્ય, જવાબદારી અને પ્રણ વિશે તમે જે વિચારો છો તે લખીને રાખો. આ કાગળના ટુકડાને જીવનભર પોતાના સંકલ્પને સાકાર કરવા હંમેશા તમારા હૃદયના ધબકારાની જેમ તમારી સાથે રહેશે.