બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Narendra Modi visit Gujarat again to celebrate national unity day at Narmada
Kiran
Last Updated: 12:17 PM, 17 October 2021
ADVERTISEMENT
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે આ દિવસે PM ગુજરાત આવશે અને નર્મદા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે, મહત્વનું છે કે 31 ઓક્ટોબરે સરદાર જયંતિ આવે છે અને તેમના માનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પો અને યોજનાઓનું ખાતમૂૂહૂર્ત કરે તેવું મનાઈ રહ્યું છે.
30 ઓક્ટોબરના કેવડિયા આવશે
જો કે PM મોદી સરદાર જયંતિની આગળી સાંજે જ ગુજરાત આવી જશે અને 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રિ રોકણ કરશે વડાપ્રાધનમોદી તે સાંજે જ નર્મદા આરતી ઘાટનું પણ લોકાર્પણ કરશે. તેમજ વહેલી સવારે સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધા પ્રકલ્પો અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો કરશે,
નર્મદા આરતી ઘાટનું કરશે લોકાર્પણ
આ દિવસે વડાપ્રધાનો મોદી દેશની જનતાને સંબોધિત કરે તવું પણ મનાઈ રહ્યું છે, 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજાશે જેને વડાપ્રધાન મોદી સલામી આપશે, મહત્વનું છે કે વડાપ્રધાન મોદી નર્મદાના કેવડિયા આવી રહ્યા છે ત્યારે 29થી 31 સુધી કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.