PM Narendra Modi, US President Donald Trump Ivanka Trump in Osaka
G-20 સમિટ /
PM મોદી ટ્રમ્પ અને ઇવાન્કાને મળ્યાં, ઓસ્ટ્રેલિયાના પીએમએ સેલ્ફી કરી શેર
Team VTV09:02 AM, 29 Jun 19
| Updated: 09:03 AM, 29 Jun 19
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ત્રણ દિવસીય પ્રવાસે ઓસાકામાં છે. જેમાં G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઓસાકામાં પહોંચ્યાં છે. આ શિખર સંમેલનમાં દુનિયાના નેતાઓ સાથે પીએમ મોદી મુલાકાત કરી રહ્યાં છે.
Prime Minister Narendra Modi with US President Donald Trump and White House adviser Ivanka Trump in Osaka, Japan. #G20Summitpic.twitter.com/e8HysdJUGT
જેમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસાકામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના દીકરી વ્હાઇટ હાઉસના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ સાથે મુલાકાત કરી.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક દેશના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. જેમાં ઇન્ડોનેશિયા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તય્યિપ એર્દોગાન, સિંગાપુરના વડાપ્રધાન અને ચિલીના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. જી-20 સમિટમાં પીએમ મોદી જળવાયુ પરિવર્તન સેશન-4માં ઉપસ્થિત રહ્યાં.