PM Narendra Modi To Share His Thoughts With People In Mann Ki Baat Programme
Mann Ki Baat /
આજે PM મોદી કરશે મન કી બાત: 77મી વખતના રેડિયો સંબોધનમાં આ મુદ્દાઓ હશે કેન્દ્રમાં
Team VTV07:13 AM, 30 May 21
| Updated: 08:10 AM, 30 May 21
પીએમ મોદી આજે એટલે કે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાતની મદદથી દેશને સંબોધિત કરશે. આ તેમનું 77મું સંબોધન હશે. જેમાં કોરોનાના કેસ અને વેક્સીનેશનને લઈને ચર્ચા થઈ શકે છે.
આજે PM મોદી કરશે મન કી બાત
સવારે 11.00 કલાકે PM કરશે સંબોધન
રેડિયોના માધ્યમથી PM 77મી વખત જનતાને સંબોધશે
કોરોના મહામારી, રસીકરણ મુદ્દે કરી શકે છે વાત
પીએમ મોદી આજે એટલે કે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાતની મદદથી દેશને સંબોધિત કરશે. આ તેમનું 77મું સંબોધન હશે. જેમાં કોરોનાના કેસ અને વેક્સીનેશનને લઈને ચર્ચા થઈ શકે છે.
આ જગ્યાઓએથી પ્રસારિત થશે મન કી બાત કાર્યક્રમ
પીએમ મોદી તેમના રેડિયો કાર્યક્રમ જે આકાશવાણીથી પ્રસારિત થાય છે તેમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે અને આ કાર્યક્રમ તમે આકાશવાણી, દૂરદર્શન અને તમામ નેટવર્ક પર અને એપ પર પણ સાંભળી શકો છો. તેને તમે યૂટ્યુબ ચેનલ પરથી પણ સાંભળી શકો છો. હિંદી પ્રસારણ બાદ તરત ક્ષેત્રીય ભાષાઓમાં પણ તેને પ્રસારિત કરાય છે. આ કાર્યક્રમને ક્ષેત્રીય ભાષાઓમાં રાતે 8 વાગે ફરીથી સાંભળી શકાશે.