અમેરિકા / UNGAને આજે સંબોધિત કરશે PM મોદી, બદલાયો ભાષણનો ક્રમ, સાંજે 7:15 મિનિટે કરશે સંબોધન

PM Narendra Modi To Address The World In UNGA On Various Issues today

પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાના મંચથી આજે દુનિયાને સંબોધિત કરશે. પીએમ દુનિયાને જમ્મૂ કાશ્મીર પર લેવાયેલા સરકારના નિર્ણયની જરૂરિયાતોને વિશે વાત કરશે અને સાથે આતંકવાદની વિરુદ્ધમાં દુનિયા સાથે એકતાનું આહ્વહન કરશે. UN જનરલ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મા ક્રમની જગ્યાએ ચોથા ક્રમે ભાષણ કરશે. એટલે કે સાંજે 7.15 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UNમાં ભાષણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ