pm narendra modi retrieve maa annapurna idol from canada stolen 100 years ago from kashi
સરાહનીય /
PM મોદીએ જે કહ્યું હતું કરી બતાવ્યું, 100 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ કેનેડાથી આવી પરત, જાણો ઈતિહાસ
Team VTV12:37 PM, 15 Nov 21
| Updated: 12:38 PM, 15 Nov 21
આજનો દિવસ વારાણસી અને માતા અન્નપૂર્ણાના ભક્તો માટે ખૂબ જ સ્પેશિયલ છે. આજે કાશીમાં માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ ફરીથી સ્થાપિત થશે.
આજનો દિવસ માં અન્નપૂર્ણાના ભક્તો માટે ખૂબ જ સ્પેશિયલ
માં અન્નપૂર્ણા દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ કાશીમાં ફરીથી સ્થાપિત થશે
માંની મૂર્તિ સહિત પાંચ દેવોને કાશી ધામમાં સ્થાપિત કરાશે
માતા સહિત પાંચ દેવોને સ્થાપિત કરાશે
શિવજીના આંગણામાં માતા અન્નપૂર્ણા બિરાજમાન થશે અને કાશી વિશ્વનાથ ધામમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રતિમાની આગેવાની કરશે. આજે દેવોત્થાન એકાદશીના દિવસે શુભ મૂહુર્તમાં લાવવામાં આવેલી માતા અન્નપૂર્ણેશ્વરીની મૂર્તિ સહિત પાંચ દેવોને કાશી ધામમાં સ્થાપિત કરાશે.
માં અન્નપૂર્ણાની મૂર્તિને કેનેડામાંથી ભારત પાછી લાવવામાં આવી
માન્યતા છે કે બાબા વિશ્વનાથે કાશી સહિત આખી દુનિયાનું પેટ ભરવા માટે બાબાએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી. માં અન્નપૂર્ણાને ભોજનની દેવી માનવામાં આવે છે. ગયા વર્ષે 29 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે લગભગ એક સદી પહેલાં ભારતમાંથી ચોરાયેલી દેવી અન્નપૂર્ણાની એક પ્રાચીન મૂર્તિને કેનેડામાંથી ભારત પાછી લાવવામાં આવી છે. સનાતન ધર્મમાં માં અન્નપૂર્ણાને માં જગદમ્બાનું જ એક રૂપ માનવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર વિશ્વનું સંચાલન થાય છે. જગદમ્બાના અન્નપૂર્ણાના સ્વરૂપથી સંસારનું ભરણ-પોષણ થાય છે. જેની પ્રેરણાથી માં અન્નપૂર્ણા પોતાના સ્થાન પર બિરાજશે.
18મી સદીની છે માં અન્નપૂર્ણાની મૂર્તિ
બલુઆ પત્થરથી બનાવવામાં આવેલી માં અન્નપૂર્ણાની પ્રતિમા 18મી સદીની જણાવવામાં આવે છે. માંના એક હાથમાં ખીરનુ પાત્ર અને બીજા હાથમાં ચમચી છે. માં અન્નપૂર્ણાની પ્રતિમા કેનેડાની યુનિવર્સિટી ઓફ રેઝીના સ્થિત મૈકેન્જી આર્ટ ગેલેરીના કલેક્શનનો ભાગ હતી. 2019માં ભારતીય મૂળની આર્ટીસ્ટ દિવ્યા મેહરાની નજર માં અન્નપૂર્ણાની પ્રતિમા પર પડી. જ્યારે આ આર્ટીસ્ટે રેકોર્ડ તપાસ્યો તો જાણવા મળ્યું કે વર્ષ 1993માં વારાણસીના ગંગા કિનારે સ્થિત એક મંદિરમાંથી આ મૂર્તિ ગાયબ થઇ હતી. ત્યારબાદ મૂર્તિને ભારતમાં લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં અને આજે આ પ્રયાસ પૂરો થયો.