પંજાબમાં PM મોદીનો હુંકાર, જ્યારથી MSPમાં કર્યો છે વધારો ત્યારથી કોંગ્રેસની ઊંઘ હરામ

By : krupamehta 03:09 PM, 11 July 2018 | Updated : 03:09 PM, 11 July 2018
2019ની લોકસભાની ચૂંટણીને જોતા ભારતીય જનતા પાર્ટીએ પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર હવે સીધા સામાન્ય માણસ લોકો સાથે જોડાઇ રહી છે. આ શ્રેણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પંજાબના મલોટમાં એક મોટી ખેડૂત રેલીને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત પંજાબી ભાષામાં કરી. 

રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે શિખ સમુદાય આજે સીમાની રક્ષા હોય કે ખાદ્ય સુરક્ષા હોય દરેક જગ્યાએ પ્રેરણા આપી છે. પંજાબે હંમેશા પોતાના કરતાં પહેલા દેશ માટે વિચાર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં ઘણી વખત પંજાબ આવ્યો છું અને લોકોને મળ્યો છું. 

મોદીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોએ દેશને અનાજના ભંડારથી ભરી દીધું છે. ઘઉં, કપાસ, દાળ, ખાંજ, દાળ, અનાજમાં દરેક જગ્યા ખેડૂતોએ ઉત્પાદનનો રેકોર્ડ તોડી દીધા છે. ખેડૂતો સતત મહેનત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો પર દશકોથી ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.  પીએમએ કહ્યું કે છેલ્લા 70 વર્ષમાં જે પાર્ટી પર ખેડૂતોએ ભરોસો કર્યો હતો, એ પાર્ટીએ ખેડૂતોની ઇજ્જત રાખી નહીં. એ દરમિયાન માત્ર એક જ પરિવારની ચિંતા કરવામાં આવી. 

PM એ કહ્યું કે કોંગ્રેસે માત્ર ખેડૂચોને દગો આપવાનું કામ કર્યું છે, પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી અમે ખેડૂતો અને જવાનોનું ધ્યાન રાખ્યું અને એમને કરેલા વચનો અમે પૂરા કર્યા. એમને કહ્યું કે 40 વર્ષ સુધી કોંગ્રેસને વન રેન્ક પેન્શન લાગૂ કરવાની હિંમત કરી નહતી, પરંતુ અમે કરી. 

મોદીએ કહ્યું કે કેટલાક પાકની MSP એટલી વધારી દેવામાં આવી કે જેનાથી ખર્ચનો 100% મૂલ્ય મળવાનું નક્કી છે. એમને કહ્યું કે કેટલાક પાક પર અત્યાર સુધી જેટલો ભાવ સરકાર પાસેથી મળતો હતો, હવે આશરે 1100 રૂપિયા વધારે મળી શકશે. Recent Story

Popular Story