'ગુસ્સાવાળા હનુમાન'ના પેન્ટરે બનાવ્યો મોદીનો ફોટો, થયો વાયરલ

By : hiren joshi 08:36 PM, 17 May 2018 | Updated : 08:36 PM, 17 May 2018
મુંબઇઃ હનુમાનજીનો ગુસ્સાવાળો ફોટો બનાવનારે 29 વર્ષના કરણ આચાર્યએ હવે પીએમ મોદીનું શાનદાર પેન્ટિંગ બનાવ્યું છે.

પીએમ મોદી જ્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીઓમાં આવ્યા હતા ત્યારે તેમણે કરણ આચાર્યના આ આર્ટના વખાણ કર્યા હતા. તેમણે ફોટાને બહુજ અદભૂત ગણાવ્યો હતો. ત્યાર બાદ રિટર્ન ગિફ્ટ તરીકે કરણે મોદીનો આ ફોટો તૈયાર કર્યો છે. ફોટો પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, 'સર, નરેન્દ્ર મોદી, મારા કામને જોવા અને તેને વખાણવા બદલ આભાર. તમારો આભાર વ્યક્ત કરવા માટે નાની ગિફ્ટ છે. આશા છે કે તમને પસંદ આવશે.'
  કરણ ગુસ્સાવાળા હનુમાનનું પેન્ટિંગ બનાવીને ચર્ચામાં આવ્યો હતો. આ પેન્ટિંગ જોત-જોતામાં વાયરલ થઇ ગઇ હતી અને બાઇક્સ-કાર પર નજરે આવે છે.
  જો કે, તેમણે પીએમ મોદીનો ફોટો એક જ વારમાં શેર નહોતો કર્યો. સૌથી પહેલા તેમણે ફોટો શેર કર જેમાં તેમણે પીએમ મોદીની આંખો બનાવી હતી.
  તેમણે ફરી અડધા પેન્ટિંગવાળો સ્કેચનો ફોટો શેર કર્યો.
  ત્યારબાદ તેમણે ફરી અડધા પેન્ટિંગવાળા સ્કેચમાં વધુ રંગ ભરીને ફોટો શેર કર્યો.
  ત્યારબાદ જ છેલ્લે પીએમ મોદીનું શાનદાર પેન્ટિંગ પોસ્ટ કર્યું. પેન્ટર કરણ આચાર્યએ 2015માં હનુમાનના આ અવતારને પોતાના બ્રશથી બનાવ્યો હતો. મેંગલુરુમાં એક કંપની માટે કામ કરતા કરણ આચાર્ય વ્યવસાયથી પેન્ટર છે. કરણ આચાર્ય ખુદ બજરંગબલીના ભક્ત છે અને એટલા માટે તેમણે તહેવારમાં ભગવા ધ્વજ પર લગાવવા માટે હનુમાનના એક નવા અવતારને તૈયાર કર્યો. કરણ ધાર્મિક પેન્ટિંગને અલગ અને નવા અંદાજમાં રજૂ કરે છે.

તે હનુમાન સિવાય ભગવાન શિવ અને બુદ્ધના ફોટા પણ બનાવે છે. કરણ કોમ્પ્યુટર કીપેડ પર અંદાજિત 20 મિનીટની અંદર જ અલગ-અલગ દેવી દેવતાઓના ફોટા અલગ જ અંદાજમાં બનાવી દે છે. કરણે ભગવાન વિષ્ણુનો ફોટો બનાવ્યો હતો. જેમાં તેઓ શેષનાગની શૈયા પર સુતેલા છે.
  કરણ કહે છે કે, દેવી દેવતાઓના આ રૂપોની પરિકલ્પના તેમને તે વાર્તાઓમાંથી મળે છે જે તેમને બાળપણમાં તેમના દાદા-દાદી સંભળાવતા હતા. બાળપણમાં સાંભળેલ દેવી દેવતાઓની વાર્તાઓને કરણ આચાર્ય આજે પોતાના ડિઝિટલ કેનવાસ પર ઉતારી રહ્યા છે.Recent Story

Popular Story