પીએમ મોદીએ જનધન ખાતાઓ વિશે ઉલ્લેખ કરતાં કહ્યું છે કે મારે ગરીબની ઝૂંપડીમાં જઈને પણ બૅન્કનાં ખાતા ખોલાવવા છે.
બૅન્કિંગ સેક્ટર પર પીએમ મોદીનું ભાષણ
પીએમ મોદીએ પોતાની સરકારનાં કર્યા વખાણ
જન ધન ખાતાઓના કારણે ક્રાઇમ રેટ ઘટ્યો: પીએમ મોદી
કેન્દ્ર સરકારે બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્રિએટિંગ સિનર્ઝિઝ ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ પર કોન્ફરન્સને સંબોધિત કર્યુ. PM Narendra Modi એ આ દરમ્યાન કહ્યું કે સરકારે છેલ્લા 6થી 7 વર્ષોમાં જે સુધાર કર્યા છે, બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો અને તેના કારણે આજે દેશનું બૅંકિંગ સેક્ટર ખૂબ મજબૂત સ્થિતિમાં છે.
Speaking at a symposium to ‘Build Synergy for Seamless Credit Flow and Economic Growth.’ https://t.co/yO3gKO5awV
દેશને આત્મનિર્ભર બનાવવા બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોન
પીએમ મોદીએ દેશમાં બેંકિંગ વ્યવસ્થાની મજબૂતી પર વાત કરતા કહ્યું કે આજે ભારતમાં બેંકોની તાકાત એટલી વધી છે કે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊર્જા આપવામાં, એક મોટો ધક્કો દેવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે તેઓ આ તબક્કાને ભારતના બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોનું માને છે. પીએમ મોદીએ કહ્યું છ સાત વર્ષોમાં જે સુધારા કરવામાં આવ્યા છે તેના કારણે આજે બૅન્કિંગ સેક્ટર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. વર્ષ 2014 પહેલા ઘણી બધી સમસ્યા હતી તેને એક એક કરીને દૂર કરવામાં આવી છે.
જનધન ખાતાઓના વખાણ
તેમણે કહ્યું કે વર્ષ 2014માં મેં આહવાહન કર્યું હતું કે મારે જનધન ખાતાનું મોટું આંદોલન જ ઊભું કરવું છે, મારે ગરીબની ઝૂંપડીમાં જઈને બૅન્કનું ખાતું ખોલાવવું છે. જ્યારે દેશની સામે આ લક્ષ્ય મૂકવામાં આવ્યો ત્યારે આજે હું ગર્વ સાથે બૅન્કનાં કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં માંગુ છું જેમણે આ સપનાને સાકાર કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જનધન ખાતાઓના કારણે ક્રાઇમ રેટ પણ ઓછો થયો છે, એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે જે રાજ્યોમાં જન ધન ખાતા વધારે ખૂલ્યા છે ત્યાં ક્રાઇમ રેટ ઓછો થયો છે.
બેંકોએ હવે પાર્ટનરશીપ મોડલ અપનાવવું પડશે
મોદી બોલ્યાં કે તમે અપ્રુવર છો અને સામે વાળો એપ્લીકન્ટ છે. તમે દાતા છો અને સામે વાળો યાચક, આ ભાવનાને છોડીને હવે બેંકોએ પાર્ટનરશીપ મોડલ અપનાવવું પડશે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમ્યાન કેન્દ્રની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI) પર પણ વાત કરી. તેમણે કહ્યું કે તમે સૌ PLI સ્કીમ વિશે જાણો છો. જેમાં સરકાર પણ કંઈક આવું જ કરી રહી છે. જે ભારતના મેન્યુફેક્ચર્સ છે, તેઓ પોતાની કેપેસિટી વધારે, પોતાનો ગ્લોબલ કંપનીમાં બદલે અને તેના માટે સરકાર તેમને પ્રોડક્શન પર ઈન્સેન્ટિવ આપી રહી છે.
તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય સ્થિતિ સારી છે ઃ PM મોદી
PM મોદીએ કહ્યું તે તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય હાલત હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા જેટલી પણ તકલીફો હતી તેને એક એક કરીને તેનું સમાધાન લાવવાના વિકલ્પો શોધ્યા છે. તેમણે NPAsની મુશ્કેલીના મુદ્દા પર વાત કરી, બેંકોનું રિકેપિટલાઈઝ કર્યુ, તેની તાકાત વધારી. તેમણે આગળ કહ્યું કે તેઓ IBC જેવા સુધારા લાવ્યા, ઘણા કાયદાઓમાં સુધારા કરી રિકવરી ટ્રિબ્યુનલની તાકાત વધારી. કોરોનાકાળમાં દેશમાં એક અલગથી સ્ટ્રેસ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલનું પણ ગઠન કર્યુ.