સંબોધન /
PM મોદીએ કહ્યું જમ્મૂ કાશ્મીરમાં લાગૂ નહોતા આ કાનૂન, સ્થાનિક લોકોને થયું નુકશાન
Team VTV08:57 PM, 08 Aug 19
| Updated: 09:17 PM, 08 Aug 19
જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હેઠળ મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં પહેલીવાર આ સંબંધમાં કહ્યું કે જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું, તે હવે પૂર્ણ થયું છે.
એમણે કહ્યું કે દેશમાં લાગૂ ઘણા કાનૂન જમ્મૂ કાશ્મીરમાં લાગૂ નહોતા જેથી સ્થાનિય લોકોને અધિકારથી વંચિત રહેવું પડતું હતું. જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હેઠળ મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં પહેલીવાર આ સંબંધમાં કહ્યું કે જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું, તે હવે પૂર્ણ થયું છે. સાથે જ એમણે કહ્યું કે દેશમાં લાગૂ ઘણા કાનૂન જમ્મૂ કાશ્મીરમાં લાગૂ નહોતા જેથી સ્થાનિય લોકોને અધિકારથી વંચિત રહેવું પડતું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા દેશની કોઇપણ સરકાર હોય, તે સંસદમાં કાનૂન બનાવી, દેશની ભલાઇ માટે કામ કરે છે. કોઇપણ પાર્ટીની સરકાર હોય, કોઇપણ ગઠબંધનની સરકાર હોય, આ કાર્ય નિરંતર ચાલુ રહે છે. કાનૂન બનાવતા સમયે ઘણી ચર્ચા થતી હોય છે. ચિંતન-મનન થાય છે. તેમને ધ્યાનમાં રાખીને ગંભીર પક્ષ રાખવામાં આવે છે.
અનુચ્છેદ 370ની આલોચના કરતા પીએમ મોદીએ કહ્યું કે આ પ્રક્રિયાથી પસાર થઇને જે કાનૂન બને છે, એ આખા દેશના લોકોનું ભલું કરે છે. પરંતુ કોઇ કલ્પના નથી કરી શકતું કે સંસદ આટલી મોટી સંખ્યામાં કાનૂન બનાવે અને તે દેશના એક ભાગમાં લાગૂ જ ન થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અમલ કરતા કાનૂનને જમ્મૂ કાશ્મીરમા લાગૂ ન થવા પર ચિંતા દર્શાવી. એમણે કહ્યું કે દેશના અન્ય રાજ્યોમાં સફાઇ કર્મીઓ માટે સફાઇ કર્મચારી એક્ટ લાગૂ છે. પરંતુ જમ્મૂ કાશ્મીરના સફાઇ કર્મચારી તેનાથી વંચિત હતા. દેશના બાકી અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા માટે કડક કાનૂન લાગૂ છે. પરંતુ જમ્મૂ કાશ્મીરમાં એવું નહોતું.
મોદીના ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મહત્વપૂર્ણ કાનૂન જે જમ્મૂ કાશ્મીરમાં લાગૂ નથી
1 સફાઇ કર્મચારી એક્ટ
2 દલિતો પર અત્યાચાર રોકવાના કડક કાનૂન
3 અલ્પસંખ્યકોના હિતોના સંરક્ષણ માટે માઇનોરિટી એક્ટ
4 શ્રમિકોના હિતોની રક્ષા માટે મિનીમમ વેગેજ એક્ટ
આ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ક્હ્યું કે એક રાષ્ટ્ર તરીકે એક પરિવાર તરીકે, આપે, આપણે, આખા દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક એવી વ્યવસ્થા, જેના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અમારા ભાઇ-બહેન અનેક અધિકારોથી વંચિત હતા. જે એમના વિકાસમાં મોટી બાધા હતી તે હવે દૂર થઇ ગઇ છે.