અમારા એક નેતાએ 25 પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી, આ છે અમારી તાકાત: મોદી

By : kavan 03:45 PM, 19 January 2019 | Updated : 04:45 PM, 19 January 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ સેલવાલની મુલાકાત લીધી હતી. સેલવાસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સભા સંબોધી હતી.
  આ દરમિયાન પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યુ કે, સેલવાસમાં હું પહેલા પણ આવ્યો છું. આજે સેલવાસમાં 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. ભાજપ  સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના રસ્તે ચાલી રહી છે.
  આ સાથે વડાપ્રધાન મોદીએ કોલકત્તામાં ચાલી રહેલા મહાગઠબંધન પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. PM મોદીએ પોતાના સંબોધનમાં મહાગઠબંધનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અમારો માત્ર એક નેતા છે અને તેમ છતાં ત્યાં આખા દેશના વિપક્ષી નેતાઓ એકઠા થયા છે અને બચાવો બચાવોના નારા લગાવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે,આ ગઠબંધનને દેશ વિરોધી ગણાવ્યું છે..અને કહ્યું કે જે પાર્ટીઓ કોંગ્રેસને અત્યાર સુધી કોસતી આવી છે. તે જ પાર્ટીઓ આજે એક સાથે આવી છે.
  કેન્દ્ર સરકારના કર્યા વખાણ
ભાજપ સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના રસ્તે ચાલી રહી છે. સરકાર દ્વારા ઉદ્યોગો માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલિસી લોન્ચ કરવામાં આવી છે. દાદરા નગરહવેલી હવે દેશભરમાં જાણીતું થયું છે. ખુલ્લામાં શૌચથી સંઘપ્રદેશને મુક્તિ મળી છે. સેલવાસ અને દાદરા નગરહવેલી બન્ને સંઘપ્રદેશ ખુલ્લામાં શૌચ ફ્રી, કેરોસીન ફ્રી જાહેર કરાયા છે.

ભાજપ સરકારના છેલ્લા 5 વર્ષમાં નવી ઉંચાઈ પર સંઘપ્રદેશ પહોંચ્યા છે. આઝાદી બાદ સંઘપ્રદેશને પહેલી મેડિકલ કોલેજ મળશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, સેલવાસના તમામ ઘરોમાં LPG કનેક્શન આપવામાં આવ્યા છે.
  સંઘપ્રદેશને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આગામી દિવસોમાં મેડિકલ કોલેજોની બેઠકો પણ વધારાશે. આ સાથે જ વૈકલ્પિક બિલ્ડિંગમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરાશે. દવા-શિક્ષણની સાથે કોઈ ગરીબ ઘરવિહોણું ના રહે એ પ્રાથમિકતા છે.
  તો આ તરફ શત્રુઘ્ન સિંહાએ મોદી સરકાર પર છોડ્યા શાબ્દિક બાણ
કોલકત્તામાં મહાગઠબંધનની જનસભામાં શત્રુઘ્ન સિંહાએ સંબોધન કરતા જણાવ્યું કે, યશવંત સિંહાએ મને કહ્યુ કે મને ભાજપમાંથી નિકાળી દેવામાં આવશે. મારી જવાબદારી જનતા પ્રત્યે વફાદાર રહેવાની છે. વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ હોય છે અને હાલની ભાજપ સરકારમાં તાનાશાહી છે. 
  શત્રુઘ્ન સિંહાએ અટલ બિહારી વાજપાઇની સરકારના વખાણ કરતા કહ્યું કે, અટલજીના સરકારમાં લોકશાહી હતી. તો વર્તમાન કેન્દ્ર સરકારે કંઈ વિચાર કર્યા વગર રાતોરાત નોટબંધીની જાહેરાત કરી દીધી તો નોટબંધીથી દેશ ઉભો પણ ન હતો થયો ત્યા GSTનો નિર્ણય લગાવી દેવાયો. એક તરફ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે GST નો વિરોધ કર્યો હતો.Recent Story

Popular Story