બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા રમતવીરોને PM મોદી મળ્યા, 'વિશેષ ભેટ'નો વીડિયો આવ્યો સામે
Last Updated: 03:17 PM, 15 August 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર ભારતના પેરિસ ઓલિમ્પિક ગ્રુપ સાથે મુલાકાત કરી. ભારતે ઓલિમ્પિકમાં આ વખતે 6 મેડલ પોતાના નામે કર્યા. મુલાકાત વખતે પીએમ મોદીએ ખોલાડીઓને સંબોધિત કર્યા.
ADVERTISEMENT
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
તે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા. બ્રોન્ઝ જીતનાર ભારતીય હોકી ટીમ, શૂટર મનુ ભાકર, રેસલર અમન સહરાવત, સ્વપ્નિલ કુસાલે અને સરબજોત સિંહ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
સિંધુ અને નીરજ ન મળી શક્યા
સ્ટાર ખેલાડી નીરજ ચોપડા પીએમ મોદીને હાલ ન મળી શક્યા. તે પેરિસ ઓલિમ્પિકથી સ્વદેશ પરત નથી ફર્યા. નીરજ સારવાર કરાવવા માટે જર્મની ગયા છે. બીજી બાજુ બેડમિંટન સ્ટાર પીવી સિંધુ પણ ખાનગી કારણોથી મળવા ન પહોંચી શક્યા. 2 ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુ આ વખતે ખાલી હાથ પરત ફર્યા હતા. તે મેડલ ન હતા જીતી શક્યા.
પીએમ મોદીની મોટી જાહેરાત
આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી છે. તેમણે ઓલિમ્પિક રમતમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ આપી અને કહ્યું કે તેમના માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે કે વર્ષ 2036ના ઓલિમ્પિક ભારતની ધરતી પર રમાય.
તેમણે કહ્યું, "સાથીઓ, હિંદુસ્તાનનું સપનું છે કે 2036માં જે ઓલિમ્પિક થાય તે ભારતની ધરતી પર થાય તેના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. આગળ વધી રહ્યા છીએ."
મેડલ વિનર્સને આપી શુભકામનાઓ
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી સંબોધન કરતા ત્યાં ઉપસ્થિત ઓલિમ્પિક વિજેતાઓનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું, "આજે અમારી સાથે તિરંગાની નીચે એ યુવાનો બેઠા છે જેમણે ઓલિમ્પિકની દુનિયામાં ભારતનો પરચમ લહેરાવ્યો છે. હું પોતાના દેશના બધા ખેલાડીઓને 140 કરોડ દેશવાસીઓની તરફથી શુભકામનાઓ આપુ છું. અમે નવા સપના, નવા સંકલ્પ અને પુરૂષાર્થની સાથે નવા લક્ષ્યોની તરફ વધીશું."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.