pm narendra modi leaves for ayodhya to take part in ram temple event
Ram Mandir /
રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ : વાયરલ થયો PM મોદીનો નવો લૂક, જુઓ તસવીરો
Team VTV10:57 AM, 05 Aug 20
| Updated: 11:37 AM, 05 Aug 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અયોધ્યા જવા રવાના થયા હતા. પીએમએ દિલ્હી સ્થિત પાલમ એરપોર્ટથી વાયુસેનાના વિશેષ વિમાનમાં લખનૌ માટે ઉડાન ભરી હતી . આ દરમિયાન વિમાનમાં સવાર થઈ રહેલા પીએમની તસવીરો સામે આવી હતી જે વાયરલ થઈ રહી છે. તેઓ પીલા કુર્તા અને સફેદ ધોતીમાં નજરે પડ્યા હતા. જોકે ત્યાનું વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે.
પીલા કુર્તા અને સફેદ ધોતીમાં નજરે પડ્યા હતા
હેલિકોપ્ટરથી અયોધ્યા નહીં જઈ શકે તો બાય રોડ અયોધ્યા જશે
એરપોર્ટ પર નમસ્કાર કરતા આગળ વધ્યા હતા, જે તસ્વીરો વાયરલ થઈ હતી.
હિંદુ ધર્મ મુજબ પૂજા પાઠવાળા રંગ રુપમાં તેઓ નજરે પડ્યા હતા. ગળામાં ગમછો પહેરેલો હતો. તે એરપોર્ટ પર નમસ્કાર કરતા આગળ વધ્યા હતા અને સવારે 9.35 વાગે તેમનું વિમાન લખનૌ માટે ટેક ઓફ કર્યુ હતુ. જે લખનૌ પહોંચ્યુ હતું અને ત્યાંથી તેઓ અયોધ્યા પહોંચ્યા હતા.
પીએમ મોદીનું વિશેષ વિમાન લખનૌ એરપોર્ટ પર લેન્ડ કરશે આ ઉપરાંત લખનૌ હેલિકોપ્ટરથી તેઓ અયોધ્યા જશે. અયોધ્યામાં આજે 12 વાગીને 40 મિનિટ પર પીએમ ભૂમિ પુજન માટેની ઈંટ મુકશે. ઉલ્લેખનીય છે કે ત્યાનું વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે.