PM Narendra Modi to lead Yoga Day celebrations in Ranchi
યોગ ડે /
રાંચીમાં વરસાદની વચ્ચે PM મોદીએ કર્યા યોગ
Team VTV07:51 AM, 21 Jun 19
| Updated: 11:04 AM, 21 Jun 19
આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાંચમા વિશ્વ યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીના ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં અંદાજે 40 હજારથી પણ વધારે લોકો સાથે યોગા કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહ્યાં. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ પર લોકો યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન રાંચીમાં અચાનક હવામાન બદલાતાં કેટલાંક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
રાંચી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન જેવુ પુર થયુ ત્યારબાદ તેઓ યોગ કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી જેવા યોગ કરવા પહોંચ્યા કે વરસાદ શરૂ થયો હતો. રાંચીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ-દુનિયાના અનેક ભાગમાં લાખો લોકો યોગ દિવસ મનાવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે યોગ હંમેશા આપણી સંસ્કૃતિનો ભાગ રહ્યો છે અને તેના પ્રસાર માટે આગળ આવવું જોઇએ. દુનિયાભરમાં યોગના પ્રચાર માટે મીડિયાના સાથી, સોશિયલ મીડિયાના લોકોની મહત્વની ભૂમિકા રહી છે. ઝારખંડમાં યોગ દિવસ માટે આવવાનો સુખદ અનુભવ છે.
આજે વિશ્વભરમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભારત સહિત 170 દેશમાં યોગ દિવસની ઉજવણી કરાઇ છે. આજે ભારતમાં જ અંદાજે 13 કરોડ લોકો અલગ-અલગ જગ્યાઓ પર આયોજીત કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યાં છે.
વિશ્વ યોગ દિવસ માટે ભારેત સૌ પ્રથમ પહેલ કરી હતી. યોગથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. એક સાથે સૌથી વધુ લોકોએ યોગ કર્યો તેનો રેકોર્ડ ભારતના નામે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના રોહતક ખાતે યોગ કર્યાં.