ટ્રમ્પને પાછળ છોડી મોદી Instagram પર સૌથી પોપ્યુલર નેતા, નથી કરતા કોઇને પણ Follow

By : admin 07:08 PM, 06 December 2018 | Updated : 07:13 PM, 06 December 2018
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારા નેતા બની ગયા છે. આ સમયે હાલમાં તેઓનાં 15.5 મિલિયન ફોલોઅર્સ છે. આજે અમે આપને તેઓનાં સૌથી વધારે પસંદ કરાયેલા ફોટોઝ પણ આપની સાથે શેર કરીશું.સૌથી પહેલા આપને એ જાણીને નવાઇ લાગશે કે પીએમ મોદીનાં 15.5 મિલિયન ફોલોઅર્સ હોવા છતાં પણ તેઓએ કોઇને પણ ફોલો નથી કરેલ. એટલે કે સાથે સાથે તેઓ કોઇનાં ફોલોઅર્સ નથી. આ લિસ્ટ ટિપ્લોમેસી (Twiplomacy) તરફથી રજૂ કરવામાં આવેલ છે. તમને જણાવી દઇએ કે બીજા નંબરે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો છે કે જેઓનાં 14 મિલિયન ફોલોઅર્સ છે. તમને જણાવી દઇએ કે તેઓ પણ કોઇને ફોલો કરતા નથી.ત્યાં બીજી બાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા નંબર પર છે. જેનાં વર્તમાનમાં 10 મિલિયન ફોલોઅર્સ છે. ટ્રમ્પ 8 લોકોને Follow કરે છે.


પીએમ મોદીએ અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર 239 પોસ્ટ શેર કરેલ છે કે જેમાં તેઓની ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લેવામાં આવેલ તસ્વીરને સૌથી વધારે પસંદ કરવામાં આવેલ છે. લોકોએ સૌથી વધારે લાઇક અને કોમેન્ટ્સ પણ કરેલ છે. વર્તમાનમાં આ તસ્વીર પર 18,58,838 મિલિયન લાઇક અને 10.7 હજાર કોમેન્ટ્સ કરવામાં આવેલ છે. આ તસ્વીર 20 ડિસેમ્બર, 2017નાં રોજ પોસ્ટ કરવામાં આવી હતી.


ત્યાર બાદ સૌથી વધારે પસંદ કરવામાં આવતી જો કોઇ તસ્વીર હોય તો જ્યારે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી દાવોસની મુલાકાતે હતાં. કે જ્યાં તેઓ બરફીલા શહેર સ્વિટ્ઝર્લેન્ડમાં તેઓએ બસ સ્ટેન્ડ પાસે તસ્વીર પણ લીધી હતી. આ તસ્વીર પર વર્તમાનમાં 16, 36, 529 મિલિયન લાઇક અને 13.5 હજાર કોમેન્ટ્સ છે.2જી એપ્રિલ 2018 પદ્મશ્રી સેરેમની દરમ્યાન ભારતીય ક્રિકેટનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેઓની પત્ની સાક્ષી સાથે તસ્વીર ખેંચાવી હતી કે જે વધારે લોકોને પસંદ પડી. આ તસ્વીર પર વર્તમાનમાં 14, 63, 115 લાઇક અને 7 હજારથી વધારે કોમેન્ટ્સ પણ કરવામાં આવેલ છે.જો મોદીની એ પોસ્ટને વિશે જો વાત કરવામાં આવે તો જેમાં હાલમાં સૌથી વધારે પસંદ કરવામાં આવી રહેલ છે કે જેમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસનાં રિસેપ્શનની તસ્વીર છે. જેનાંથી વર્તમાનમાં 1.5 મિલિયન લાઇક અને 8 હજારથી વધારે કોમેન્ટ્સ મળેલ છે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story