પીએમની આ રેલીને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
દહેરાદૂનમાં 18 હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે પીએમ
ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ વાગી ચૂક્યું છે. પીએમ મોદી આજે દહેરાદૂનમાં 18 હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ બાદ તે પરેડ મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પીએમની આ રેલીને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જેને વિજય સંકલ્પ રેલી નામ આપવામાં આવ્યું છે અને આજે રાજ્યમાં ચૂંટણી શંખનાદ કહેવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડમાં પીએમ મોદીના આ કાર્યક્રમને લઈને તૈયારીઓ ઘણા દિવસોથી શરુ કરવામા આવી હતી.
3 મહિનામાં ત્રીજી વાર ઉત્તરાખંડના પ્રવાસ પર પીએમ મોદી
પીએમનો 3 મહિનામાં ત્રીજી વાર ઉત્તરાખંડનો પ્રવાસ છે. ગત કેટલાક સમયથી રાજ્યમાં રાજનીતિક એક્ટિવિટી ચાલી રહી છે તેવામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી આજે બપોરે લગભગ 12 વાગે જોલીગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે. એ બાદ હેલિકોપ્ટરથી પરેડ મેદાન સ્થિત હેલીપેડ જશે. ક્યાં પ્રદર્શનીનું અવલોકન કરી 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ તથા લોકાર્પણ કરશે. આજે ઉત્તરાખંડમાં પ્રધાનમંત્ર જે યોજનાઓનું શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. જેમાં 8600 કરોડના ખર્ચે બનેલો દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોર પણ સામેલ છે. આ આર્થિક કોરિડોરથી દિલ્હી અને દહેરાદૂનનું અંતર માત્ર 2 કલાક થઈ જશે.
પીએમ મોદીની જનસભા માટે 45 સ્કૂલમાં આજે રજા જાહેર કરી છે
પીએમ મોદીની જનસભા અને સુરક્ષા તથા પ્રવાસની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેનેજમેન્ટે એક કિમીના દાયરામાં સ્થિત 45 સ્કૂલમાં આજે રજા જાહેર કરી છે. જો કે સ્કૂલની પરિક્ષા નિયત સમયે થશે. પરેડ સ્થળ પર માસ્ક ફરજિયાત છે. પર્સ, મોબાઈલ ફોન ઉપરાંત કોઈ પણ વસ્તુ લઈ જવાની પરવાનગી નથી. કાળા કપડા પહેરી આયોજન સ્થળ પર પ્રવેશવાની મનાઈ. આયોજન સ્થળ ઉપરાંત ચારે બાજુ સવારથી ઝીરો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 500 મીટરના દાયરામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવશે.
પરિયોજનામાં શું શું છે સામેલ
PM મોદી દ્વારા આજે દહેરાદૂનમાં 18 હજાર કરોડની પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. તેઓ બપોરે 12.25 વાગ્યે દહેરાદૂન પહોંચશે. તેમજ 1 વાગ્યે PM વિભિન્ન યોજનાઓના લોકાર્ણ અને ખાતમુહૂર્ત કરશે . જેમાં માર્ગનું નવિનીકરણ સાથે કેટલીક યોજનાઓ સાકાર કરાશે. તેમજ પર્યટન ક્ષેત્રે વિકાસ માટે માર્ગનું નવિનીકરણ પણ સામેલ છે. આ ઉપરાંત વન્ય જીવોની સુરક્ષા માટે એલિવેટેડ માર્ગ બનશે. 340 મીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવશે. જંગલી જાનવરો માટે પણ અલગ અલગ રસ્તાઓ બનશે. તથા વરસાદનું પાણી વહી ન જાય તે માટે રિચાર્જ પોઇન્ટની વ્યવસ્થા કરાશે .