પીએમ નરેન્દ્ર મોદી 26-27 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસ પર જઈ રહ્યા છે.
કોરોના બાદ પીએમની આ પહેલી વિદેશ યાત્રા
મતુઆ સમુદાયની નાગરિકતાને લઈને કેટલીક જાહેરાતો કરી શકે
બંગાળના રાજકારણમાં મહત્વની ભૂમિકા
કોરોના બાદ પીએમની આ પહેલી વિદેશ યાત્રા
કોરોના બાદ પીએમની આ પહેલી વિદેશ યાત્રા હશે. ગત માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ કોરોનાને લીધે રદ્દ થઈ ગયો હતો. પરંતુ મોદી આ વખતે બાંગ્લાદેશના તાર પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલા છે. 27 સે મોદી મતુઆ સમુદાય સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરશે. આ મતુઆ સમુદાય બંગાળમાં 70થી વધારે સીટો પર મહત્વની ભૂમિકા નિભાવે છે.
મતુઆ સમુદાયની નાગરિકતાને લઈને કેટલીક જાહેરાતો કરી શકે
મોદી 27 માર્ચે બાંગ્લાદેશના ગોપાલગંજમાં મતુઆ સમુદાયના ધર્મગુરુ હરિચંદ્ર ઠાકુરના જન્મસ્થળ અને સમુદાયના તીર્થ સ્થળ પર જશે. આવું કરનારા ભારતના પહેલા પીએમ હશે. આશા છે કે મોદીની સાથે બનગામના ભાજપના સાંસદ અને મતુઆ સમુદાયના પ્રતિનિધિ શાંતનુ ઠાકુર પણ હશે. શાંતનુ હરિચંદ્ર ઠાકુરના જ વંશજ છે. આ બાદ અટકળો છે મોદી મતુઆ સમુદાયની નાગરિકતાને લઈને કેટલીક જાહેરાતો કરી શકે છે.
પીએમ મોદી ગયા હતા મતુઆ મઠમાં
2019માં લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી ચૂંટણી અભિયાન દરમિયાન 100 વર્ષ જૂના મઠમાં બોરો માના આશીર્વાદ દેવા પહોંચ્યા હતા. બોરો માના પૌત્ર શાંતનુને ભાજપે ઉમેદવાર બનાવી જીતી હતી. આ રીતે અમિત શાહ ડિસેમ્બરમાં બંગાળ પ્રવાસ દરમિયાન મતુઆ સમુદાયના એક વ્યક્તિના ઘરે ભોજન પણ લીધું હતુ.
બંગાળના રાજકારણમાં મહત્વની ભૂમિકા
પ. બંગાળના રાજકારણમાં મતુઆ સંપ્રદાય મહત્વનો છે. 2011ની જનગણના અનુસાર પ. બંગાળમાં અનુસુચિત જાતિની વસ્તિ લગભગ 1.84 કરોડ છે. જેમાંથી 50 ટકા મતુઆ સંપ્રદાયના લોકો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પાકિસ્તાનથી આવી પ. બંગાળમાં વસેલા મતુઆ સંપ્રદાયના લોકો માટે સીએએ એક મોટો મુદ્દો છે. આ કાયદો લાગૂ થતા આ તમામને નાગરિકતા મળશે.
3 કરોડ છે મતુઆ સંપ્રદાયના લોકોની વસ્તી
એક અનુમાન મુજબ મતુઆ સંપ્રદાયના લોકોની વસ્તી લગભગ 3 કરોડ છે. પશ્ચિમ બંગાળના બનગાવ એરિયામાં આ સંપ્રદાયના લોકોની વસ્તી લગભગ 65 પ્રતિશિત છે. આ ઉપરાંત 10 લોકો સીટો એવી છે જેમાં વસ્તી લગભગ 38-40 ટકા છે. આનો મતલબ છે કે આ 10 લોકસભાની સીટોમાં આ સંપ્રદાયના લોકો જીત- હાર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આ 10 લોકસભા સીટોમાં કૃષ્ણાનગર, સિલિગુડી, રાનાઘાટ, કુચવિહાર, માલદા ઉત્તરી, રાયગંજ, માલદા દક્ષિણી, જોયનગર, વર્ધમાન પૂર્વી, વર્ઘમાન પશ્ચિમ સીટે આવે છે.