બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / PM Narendra Modi arrives at Ahmedabad Airport, welcomed by CM Bhupendra Patel and CR Patil

વતનમાં વડાપ્રધાન / PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, રાજભવનમાં રાત્રિ રોકાણ, સવારે માતા હીરાબાને મળવા જશે

Vishnu

Last Updated: 10:15 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે ગાંધીનગરમાં રાજભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે
  • ગાંધીનગર રાજભવન ખાતે કરાયું સ્વાગત
  • આવતીકાલે વડોદરા અને પાવાગઢની લેશે મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે પ્રચાર તેજ કરી દીધો છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચ્યા હતા. રાજભવનમાં રાજ્યપાલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. તો રાજભવન ખાતે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રીનો વડોદરાનો કાર્યક્રમ
વડોદરા ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી વડોદરામાં અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યાર બાદ એક સભાને સંબોધશે. અહીં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના 16,369 કરોડ રૂપિયાના વિવિધ 18 પ્રકલ્પોનુ ખાતમુહૂર્ત કરશે. તો સાથે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અમદાવાદ-બોટાદ વચ્ચેની પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાવશે. લાંબા સમયથી રેલ લાઈન બદલવાની કામગીરી થઈ રહી હતી. આ કામગીરીને પગલે લગભગ પાછલા ત્રણ વર્ષથી રેલસેવા બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન PM આવાસ યોજના હેઠળ 1.4 લાખથી વઘુ ઘરોનું પણ લોકાર્પણ કરશે. PM મોદી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પણ પ્રારંભ કરાવશે. વડોદરામાં 9 ડોમ બનાવાયા છે જેમાં 3 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રધાનમંત્રીનો પાવાગઢનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પાવાગઢ મંદિરે પણ દર્શન કરવા જશે. જ્યાં તેઓ ધ્વજા લહેરાવશે. ત્યાર બાદ પાવાગઢ નજીક જેપુરા ગામ પાસે વિરાસત વનની મુલાકાત લેશે. આ વનને પ્રધાનમંત્રીએ 31 જૂલાઇ 2011ના રોજ ખુલ્યું મુક્યું હતું. સીતા અશોકનો છોડ વાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ