pm narendra modi addressed family parties bjp hq big victory bihar assembly election
પ્રહાર /
PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું પરિવારવાદી પાર્ટીઓ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો
Team VTV08:01 AM, 12 Nov 20
| Updated: 08:50 AM, 12 Nov 20
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીતની બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પોતાના ભાષણ દરમિયાન પરિવારની પાર્ટીઓને લોકતંત્ર માટે ખતરો ગણાવ્યું હતુ. તેમણે કહ્યું કે પરિવારોની પાર્ટીઓ અથવા પરિવારવાદી પાર્ટિઓ, લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે.
પરિવારવાદી પાર્ટી લોકતંત્ર માટે મોટો ખતરો
પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટે કમળને હાથમાં લઈને ચાલો
યુવાનોને મારુ આહ્વાન છે કે તે આગળ આવે અને ભાજપના માઘ્યમથી દેશની સેવામાં જોડાય
પીએમ મોદીઓ બિહારમાં જીત બાદ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે દુર્ભાગ્યથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિવારવાદી પાર્ટીઓનું જાળ લોકતંત્ર માટે સંકડ બની રહી છે. દેશનો યુવાન શાંતી ઈચ્છે છે. પરિવારોની પાર્ટીઓ અથવા પરિવારવાદી પાર્ટી લોકતંત્ર માટે મોટો ખતરો છે.
તેમણે કહ્યું કે ત્યારે ભાજપની જવાબદારી બને છે કે આપણે આપણી પાર્ટીમાં લોકતંત્રને મજબૂતી બનાવી રાખીએ. આપણી પાર્ટી લોકતંત્રનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. પાર્ટીના દરેક કાર્યકર્તા અને દરે નાગરિક માટે અવસરોનું એક સારુ પ્લેટફોર્મ બનો.
પોતાના ઉત્સાહસભર ભાષણમાં પીએમ મોદીએ યુવાનોને આહ્વાહન કરતા કહ્યું કે દેશના યુવાનોને મારુ આહ્વાન છે કે તે આગળ આવે અને ભાજપના માઘ્યમથી દેશની સેવામાં જોડાય. પોતાના સપનાઓને સાકાર કરવા માટે પોતાના સંકલ્પોને સિદ્ધ કરવા માટે કમળને હાથમાં લઈને ચાલો.
તેમણે કહ્યું કે જે લોકો લોકતાંત્રિક રીતે અમારી સરખામણી નથી કરી શકતા અમે તેમને ચેલેન્જ નથી આપી રહ્યા. ત્યારે કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવાનો રસ્તો અપનાવ્યો છે. હું તે તમામ લોકોને આગ્રહ પૂર્વક સમજાવવાનો પ્રયાસ કરુ છુ. મારે ચેતવણી આપવાની જરુર નથી. તે કામ જનતા કરશે.
પીએમ મોદી એ કહ્યું કે, આ ચૂંટણી પરિણામોમાં ભાજપ, એનડીએને પુષ્કળ ટેકો મળ્યો છે, આ માટે ભાજપ અને એનડીએ કાર્યકરોના લાખો લોકોને અભિનંદન આપવાની સંખ્યા ઓછી છે. વિજય માટે ભાજપ ના વડાને અભિનંદન આપતી વખતે પીએમ મોદીએ ખુદ અનેક વખત તાળીઓ પાડી હતી અને કાર્યકરોના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ NDAએ ગઠબંધનના પક્ષમાં આવ્યા છે. NDA ગઠબંધનને 125 સીટો પર જીત મળી છે. તો બહુમત માટે જરુરી 122 સીટોથી 3 વધારે છે. ભાજપને 74 અને જેડીયૂને 43 સીટો પર જીત મળી છે. ભાજપ પહેલા જ એ સ્પષ્ટ કરી ચૂકી છે કે સીટો ઓછી આવે તોય નીતિશ કુમાર જ સીએમ બનશે. નીતિશ સતત 4 વાર અને કુલ 7 વાર બિહારના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે. તે રાજ્યોના 37માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લેશે.