બ્રેકિંગ ન્યુઝ
VTV / pm narendra modi address sco summit in uzbekistan pm meet first time to china after ladakh problem
MayurN
Last Updated: 02:37 PM, 16 September 2022
ADVERTISEMENT
નોંધનીય છે કે વર્ષ 2023માં ભારત જ SCO ની અધ્યક્ષતા કરશે, જેને લઈને ચીનના રાષ્ટ્રપતિએ પણ ભારતને શુભકામનાઓ પાઠવી છે. આ અવસરને લઈને ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રીએ હસ્તધૂનન પણ કર્યું. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું ચીન આગામી વર્ષે ભારતમાં આયોજિત થનાર SCO સમિટને લઈને ભારતનું સંપૂર્ણ સમર્થન કરશે. નોંધનીય છે કે લદ્દાખમાં બંને દેશો વચ્ચે ભયંકર તણાવ બાદ આજે પહેલીવાર ભારત અને ચીનના નેતાઓ આમને સામને આવ્યા હતા.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટમાં પીએમ મોદીનું સંબોધન
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટમાં પુતિન, જિનપિંગ સહિતના બીજા વૈશ્વિક નેતાઓની સામે પીએમ મોદીએ પોતાના મનની વાત રજૂ કરી હતી. સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે SCO સભ્ય દેશો વૈશ્વિક ગણતરીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહકાર અને પરસ્પર વિશ્વાસને સમર્થન આપે છે.
ભારતને દુનિયાનું ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું છે
પીએમ મોદીએ દુનિયા કોરોના મહામારીમાંથી બેઠી થઈ રહી છે. કોરોના અને યુક્રેન કટોકટીને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ખૂબ ભંગાણ સર્જાયું હતું. ભારતને લઈને એવું જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત દુનિયામાં મેન્યુફેક્ચરીંગનું હબ બને.
લોક કેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત
મોદીએ કહ્યું કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. અમે લોકો કેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ભારતમાં 100 થી વધુ યુનિકોર્ન
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર પ્રગતિ કરી રહ્યા છીએ. આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થામાં 7.5 ટકાનો વધારો થવાની આશા છે, જે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. અમે જનકેન્દ્રિત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. "અમે દરેક ક્ષેત્રમાં નવીનતાને ટેકો આપી રહ્યા છીએ. અત્યારે ભારતમાં 70,000થી વધારે સ્ટાર્ટ-અપ્સ છે, જેમાં 100થી વધારે યુનિકોર્ન છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે અમે 2023માં ભારતની અધ્યક્ષતામાં થયેલી બેઠકનું સમર્થન કરીશું.
વિશ્વની 40 ટકા વસ્તી એસસીઓ દેશોની છે: પીએમ મોદી
SCO દેશોને આગળ લાવવા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "અમે સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પર વિશેષ કાર્યકારી જૂથની રચના કરીને SCOનાં સભ્ય દેશો સાથે અમારો અનુભવ વહેંચવા તૈયાર છીએ. SCOના સભ્ય દેશો વૈશ્વિક ગણતરીમાં લગભગ 30 ટકા ફાળો આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી SCO દેશોમાં પણ વસે છે. ભારત SCOનાં સભ્યો વચ્ચે વધારે સહકાર અને પારસ્પરિક વિશ્વાસને ટેકો આપે છે.
પ્રથમવાર મુલાકાત
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણને કારણે ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધ થયા બાદ શી અને મોદી પ્રથમ વખત આમને-સામને આવ્યા હતા.
પીએમ મોદી અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત
આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ, ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી અને મધ્ય એશિયાના દેશોના અન્ય નેતાઓ પણ ભાગ લઇ રહ્યા છે. સમિટના મર્યાદિત ફોર્મેટ દરમિયાન ચર્ચા-વિચારણા પહેલા, જૂથના કાયમી સભ્યોના નેતાઓએ સાથે મળીને ફોટો પડાવ્યો હતો.
મોદીનું સ્વાગત કરવામાં આવ્યું
સમિટના પરિસરમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવે મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમિટ બાદ પીએમ મોદી કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ કરવાના છે. તેઓ પુતિન, મિર્ઝિયોયેવ અને રાયસીને મળશે. પીએમ મોદી લગભગ 24 કલાકની યાત્રા પર ગુરુવારે રાત્રે અહીં પહોંચ્યા હતા. સમરકંદમાં તેમના પ્રસ્થાન પૂર્વે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "હું એસસીઓ સમિટમાં સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા, એસસીઓનું વિસ્તરણ કરવા અને સંસ્થાની અંદર બહુઆયામી અને પારસ્પરિક લાભદાયક સહકારને વધુ ગાઢ બનાવવા આતુર છું."
કોરોના પછી પરસ્પર મીટીંગ થઇ
કોવિડ-19ના કારણે બે વર્ષ બાદ આવી એસસીઓ સમિટ થઇ રહી છે, જેમાં નેતાઓ રૂબરૂ હાજર રહ્યા છે. સમરકંદમાં એસસીઓ સમિટ બે સત્રોમાં યોજાશે. એક મર્યાદિત સત્ર હશે, જે માત્ર એસસીઓ સભ્ય દેશો માટે છે અને ત્યારબાદ વિસ્તૃત સત્ર યોજાશે, જેમાં નિરીક્ષક દેશ અને અધ્યક્ષ દેશ વતી ખાસ આમંત્રિત દેશોના નેતાઓ ભાગ લે તેવી સંભાવના છે.
2017માં ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ સભ્યો બન્યા
જૂન 2001માં શાંઘાઈમાં લોન્ચ કરવામાં આવેલા એસસીઓમાં આઠ પૂર્ણ સભ્યો છે, જેમાં છ સ્થાપક સભ્યો ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 2017 માં સંપૂર્ણ સભ્યો તરીકે તેમાં જોડાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.